તમને લાગશે નવાઇ !! બાળકોની સારસંભાળની નોકરી કરતી આયાનો પગાર 1 કરોડ રૂપિયા

|

Nov 29, 2022 | 11:56 AM

તમને વધુમાં જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી પ્રસિદ્ધિ નૈની કોલજ હોય તો તે છે નોરલેન્ડ કોલેજ. આ કોલેજમાંથી ડિગ્રી પ્રાપ્ત આયાઓને (nanny)સૌથી વધારે પગાર પણ મળે છે.

તમને લાગશે નવાઇ !! બાળકોની સારસંભાળની નોકરી કરતી આયાનો પગાર 1 કરોડ રૂપિયા
નોર્લેન્ડ કોલેજની બહાર ઊભેલી નૈની
Image Credit source: (Facebook-Norland College)

Follow us on

હવેનો સમય ભૌતિકવાદનો છે. આજે સામાન્ય માણસ પણ ઘરની સંભાળ રાખવા કરતા નોકરી કરીને પૈસા કમાવવાનું વિચારે છે. ત્યારે ઘરમાં નાના બાળકોની સારસંભાળ રાખવા માટે આજના સમયમાં માતાપિતા પાસે સમય નથી. જેથી નોકરી કે ધંધો કરતા મા-બાપ પોતાના સંતાનોની સંભાળ રાખવા આયાને નોકરીએ રાખતા હોય છે. ત્યારે હવે દેશ અને દુનિયાભરમાં આયાની નોકરીઓમાં પણ વધારો નોંધાયો છે. અને, એક સારી આયાને મોટાપ્રમાણમાં પણ પગાર આપવામાં આવે છે. આ પગાર સાંભળીને તમને ચોકક્સ નવાઇ પણ લાગશે. કરીઅર ન્યુઝ અહીં વાંચો.

તમને વધુમાં જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી પ્રસિદ્ધિ નૈની કોલજ હોય તો તે છે નોરલેન્ડ કોલેજ. આ કોલેજમાંથી ડિગ્રી પ્રાપ્ત આયાઓને સૌથી વધારે પગાર પણ મળે છે. હવે જાણીએ કે આયાનો અભ્યાસ કરાવતી આ કોલેજમાં શું છે વિશેષતા ?

ઇંગ્લેન્ડના નોરલેન્ડમાં વિશ્વની સૌથી ખ્યાતનામ આયા-તાલિમ શાળા આવેલી છે. આ જ કોલેજમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ આયાઓ એટલે કે નૈની તૈયાર થતી હોય છે. આ કોલેજમાંથી ભણીને બહાર આવેલી આયાઓ યુરોપના આર્થિક રીતે સમુદ્ધ લોકોના ઘરમાં નોકરી કરે છે. અને તેમને મસમોટો પગાર પણ મળી રહી છે. આ સેવા માટે તેમને વાર્ષિક એક કરોડ રૂપિયા સુધીનો પગાર મળી રહી છે. આ નૈની કોલેજની સ્થાપના 25 સપ્ટેમ્બર 1892ના રોજ થઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નૈની (આયા) કંઈ રીતે તાલીમ મેળવે છે ? તેમની પાસેથી કેટલી ફી વસુલાય છે?

કોલેજમાં મહિલાઓને રસોઈ, સિલાઈ અને બાળકોની સંભાળ પણ તાલિમ અપાય છે. પરંતુ આ ઉપલબ્ધ તાલીમનો એક નાનકડો જ ભાગ છે. પરંતુ વાસ્તવિક તાલીમ કંઈક અલગ જ છે, જે નોર્લેન્ડ આયાઓને અન્ય આયાઓથી અલગ બનાવે છે. અહીં 4 વર્ષ સુધી ભણાવવામાં આવે છે.

વાસ્તવમાં, અહીં આયાઓને બાળકોના ગુસ્સા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે શીખવાય છે. જો કોઈ કટોકટી ઊભી થાય, તો બાળકને અને પોતાને કેવી રીતે બચાવવું. તેમને સ્વ-રક્ષણ તાલીમ અને વિચિત્ર ડ્રાઇવિંગ શૈલીઓ પણ શીખવાય છે. આ ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં, આયાઓને સાયબર સુરક્ષાની તાલીમ પણ આપવામાં આવે છે.

નોંધનીય છેકે ચાર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને દર વર્ષે $ 20,000 (આશરે રૂ. 16 લાખ)ની ફી ચૂકવવી પડે છે. એટલે કે કોલેજના વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં કુલ 65 લાખ રૂપિયા ફી ચૂકવે છે. બીજી તરફ જો અન્ય ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવે તો આ ફી સરળતાથી 70 લાખ સુધી પહોંચી જાય છે.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 11:56 am, Tue, 29 November 22

Next Article