RRB Group D Exam Date: રેલ્વે ગ્રુપ Dની પરીક્ષા મોડી યોજાશે, અહીં જાણો નવી અપડેટ

|

Apr 12, 2021 | 2:21 PM

RRB Group D Exam: રેલવે ભરતી બોર્ડ દ્વારા 1 લાખથી વધુ પોસ્ટ્સની ભરતી માટે ગ્રુપ D પરીક્ષા લેવામાં આવશે.

RRB Group D Exam Date: રેલ્વે ગ્રુપ Dની પરીક્ષા મોડી યોજાશે, અહીં જાણો નવી અપડેટ
ICSE એ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધોરણ 12ની પરિક્ષા મૌકુફ રાખી. (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

RRB Group D Exam: રેલ્વેની ગ્રુપ D પરીક્ષામાં વિલંબ થઈ શકે છે. સત્તાવાર શેડ્યૂલ મુજબ આ પરીક્ષા એપ્રિલથી જૂન વચ્ચે લેવાની છે. જોકે, એનટીપીસીની પરીક્ષા હજી પૂર્ણ થઈ નથી. એનટીપીસીની 7 માં તબક્કાની (RRB NTPC Phase 7) પરીક્ષા બાકી છે, જેનું શેડ્યૂલ આવવાનું બાકી છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 7 માં તબક્કાની પરીક્ષામાં વિલંબ થઈ શકે છે અને એનટીપીસીની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રુપ D પરીક્ષા શરૂ નહીં થાય. આવી સ્થિતિમાં પરીક્ષા મોડી યોજાવાની છે.

એનટીપીસીના વિદ્યાર્થીઓ 7 મા તબક્કાની પરીક્ષાના સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષા પછી ગ્રુપ D પરીક્ષાની તારીખ (RRB Group D Exam Date) બહાર પાડવામાં આવશે. ગ્રુપ D પરીક્ષાની તારીખ જાહેર થયા પછી સંપૂર્ણ શિડ્યુલ બહાર પાડવામાં આવશે. આ પછી પરીક્ષાની તારીખ શહેર શિફ્ટની વિગતો અને SC/ST ટ્રાવેલ કાર્ડ આ પરીક્ષા માટે આપવામાં આવશે. પરીક્ષાનું પ્રવેશ કાર્ડ પરીક્ષાનું 4 દિવસ પહેલાં જ બહાર પાડવામાં આવશે. પરીક્ષાની તારીખથી લઈને પ્રવેશ કાર્ડની દરેક વિગત ઉમેદવાર તેમના ક્ષેત્રની આરઆરબી વેબસાઇટ પર જોઈ અને ડાઉનલોડ કરી શકશે.

ઉમેદવારોએ પરીક્ષાની તારીખ શહેર શિફ્ટની વિગતો અને SC/ST ટ્રાવેલ કાર્ડ અને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગઇન કરવું પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

RRB Group D પરીક્ષા પેટર્ન

– ગ્રુપ D કમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે. સીબીટી 100 ગુણ હશે.
– પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ થશે, 3 પ્રશ્નો ખોટા હોય તો 1 માર્ક કાપવામાં આવશે.
– પરીક્ષા માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે.

RRB Group D ની પરીક્ષામાં આ વિષયોમાંથી પ્રશ્નો આવશે

ગણિત : 25 પ્રશ્નો
સામાન્ય જ્ઞાન અને તર્ક : 30 પ્રશ્નો
સામાન્ય સાયન્સ : 25 પ્રશ્નો
સામાન્ય અવર્નેશ અને કરંટ અફેર્સ: 20 પ્રશ્નો

 

Next Article