RBI Recruitment: આરબીઆઈએ જાહેર કરી ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

|

Jul 24, 2021 | 3:14 PM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મેડિકલ કન્સલ્ટન્ટની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

RBI Recruitment: આરબીઆઈએ જાહેર કરી ભરતી, જાણો કેવી રીતે થશે અરજી
Reserve Bank Of India

Follow us on

RBI Recruitment: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મેડિકલ કન્સલ્ટન્ટની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. બેંકે તેની સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જાહેરાત કરી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો 23 જુલાઇ 2021થી 6 ઓગસ્ટ 2021 સુધીમાં ઉપરોક્ત પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

આરબીઆઈની જાહેરાત મુજબ એક્ઝિક્યુટિવ મેડિકલ કન્સલ્ટન્ટની 19 અને સિનિયર એક્ઝિક્યુટિવ મેડિકલ કન્સલ્ટન્ટની 3 જગ્યાઓ ખાલી છે. આવા ઉમેદવારો કે જેઓ કોઈપણ હોસ્પિટલમાં અથવા ક્લિનિકમાં ઓછામાં ઓછા 2 વર્ષ કાર્યકારી અનુભવ ધરાવતા હોય અને કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એલોપથીમાં એમબીબીએસની ડિગ્રી ધરાવે છે, તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આમાં બેંકનો નિર્ણય આખરી માનવામાં આવશે. ઇન્ટરવ્યૂ બાદ શોર્ટલિસ્ટ થયેલા અરજદારોને મેડિકલ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવે તે પહેલાં તબીબી તપાસ અને દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

ઓફલાઇન અરજી કરવા માટે દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટમાં જનરલ મેનેજર-ઇન્ચાર્જ ભારતીય રિઝર્વ બેંક, 40, એસડીએ સંકુલ, કસમપ્ટી, સિમલા-171009 ને મોકલવા પડશે. 12 ઓગસ્ટ 2021ના ​​રોજ બપોરે 03:00 વાગ્યા સુધી અરજીઓ મોકલી શકાય છે. આ એપ્લિકેશનને પરબિડીયામાં મોકલવી જોઈએ જેના પર “કોન્ટ્રેક્ટ બેસીઝ પર મેડિકલ કન્સલ્ટન્ટ તરીકે એપોઇન્ટમેન્ટ માટે અરજી” લખેલ હોવું જોઈએ.

 

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Next Article