RBI Recruitment 2021: ભારતીય રિઝર્વ બેંકમાં 300થી વધુ પોસ્ટની ભરતી, અરજી કરવા વાંચો આ પોસ્ટ

|

Jan 29, 2021 | 12:02 PM

આ જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા (Online Exam)અને ઇન્ટરવ્યુ(Interview)ના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 06 માર્ચના રોજ લેવામાં આવશે.

RBI Recruitment 2021: ભારતીય રિઝર્વ બેંકમાં 300થી વધુ પોસ્ટની ભરતી, અરજી કરવા વાંચો આ પોસ્ટ

Follow us on

આ જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા (Online Exam)અને ઇન્ટરવ્યુ(Interview)ના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 06 માર્ચના રોજ લેવામાં આવશે.

RBI Recruitment 2021: ભારતીય રિઝર્વ બેંક (RBI) માં ગ્રેડ બી અધિકારીની જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 322 પોસ્ટ્ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 15 ફેબ્રુઆરી સુધીમાં ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ગ્રેડ બી અધિકારીઓની નિમણૂક સામાન્ય વિભાગ, આર્થિક અને નીતિ સંશોધન વિભાગ, આંકડા અને માહિતી મેનેજમેન્ટ વિભાગમાં કરવામાં આવશે.

આ જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા(Online Exam) અને ઇન્ટરવ્યુ(Interview)ના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 06 માર્ચના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા થોડી અલગ રીતે લેવામાં આવશે. આરબીઆઇ(RBI) આ માટે પરીક્ષાની પૂર્વ પ્રશિક્ષણ આપશે. આ તાલીમ એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી ઉમેદવારોને આપવામાં આવશે. જેના માટે આ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આરબીઆઈ(RBI)એ આ ભરતી અંગે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે ઉમેદવારો તાલીમ લેવા તૈયાર છે, તેઓએ ઓનલાઇન ફોર્મ ભરીને તેના વિશે જણાવવું પડશે.’

આરબીઆઈ(RBI) ગ્રેડ બી અધિકારી ભરતી 2021: પોસ્ટ્ની વિગતો

સામાન્ય વિભાગમાં ગ્રેડ બી અધિકારીઓની ભરતી – 270 પોસ્ટ્
ગ્રેડ બી અધિકારીઓ (DEPR) ની ભરતી – આર્થિક અને નીતિ સંશોધન વિભાગમાં 29 પોસ્ટ્
આંકડા અને માહિતી મેનેજમેન્ટ વિભાગ (DSIM) માં ગ્રેડ બી અધિકારીઓની ભરતી – 23 પોસ્ટ્

જાહેરનામામાં આરબીઆઈ(RBI)એ કહ્યું છે કે, પસંદ કરેલા ઉમેદવારોને 35150-1750 (9) -50900-EB-1750 (2) -54400-2000 (4) ના પગાર ધોરણ પર દર મહિને 35,150 રૂપિયા પગાર મળશે. -62400 (16 વર્ષ). આ સાથે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર આપવાના અન્ય ભથ્થાઓ ઉપલબ્ધ થશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો એમસીક્યૂ આધારિત હશે, જેમાં સામાન્ય જ્ઞાન, અંગ્રેજી ભાષા અને પ્રાદેશિક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં આર્થિક અને સામાજિક મુદ્દાઓને આધારે પ્રશ્નો પૂછવામાં આવશે. અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

 

Next Article