Railway Vacancy 2021: રેલ્વેમાં 10 પાસ માટે પરીક્ષા અને ઈન્ટરવ્યૂ વગર નોકરીની ઉત્તમ તક

|

Mar 19, 2021 | 8:17 PM

ઉત્તર મધ્ય રેલ્વે (North Central Railway, NRC)એ ટ્રેડ એપ્રેન્ટિસની 480 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિમણૂક ફિટર (ગેસ અને ઇલેક્ટ્રિક), મિકેનિક (DSL), કારપેન્ટર, ઈલેક્ટ્રિશિયન ટ્રેડ માટે કરવામાં આવશે.

Railway Vacancy 2021: રેલ્વેમાં 10 પાસ માટે પરીક્ષા અને ઈન્ટરવ્યૂ વગર નોકરીની ઉત્તમ તક
Railway Vacancy 2021

Follow us on

ઉત્તર મધ્ય રેલ્વે (North Central Railway, NRC)એ ટ્રેડ એપ્રેન્ટિસની 480 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિમણૂક ફિટર (ગેસ અને ઇલેક્ટ્રિક), મિકેનિક (DSL), કારપેન્ટર, ઈલેક્ટ્રિશિયન ટ્રેડ માટે કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2021 છે. એપ્રેન્ટિસ (Trade Apprentice)ની પોસ્ટ પર જાહેર કરાયેલ આ ખાલી જગ્યા વિશેની વિશેષ વાત એ છે કે આ માટે કોઈ પરીક્ષા અથવા ઈન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. આ ભરતી 10માં ધોરણ અને ITIના માર્કસના આધારે થશે અને આ ગુણના આધાર પર એક મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે. આ મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો mponline.gov.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકશે. અરજી કરતા પહેલા ઉમેદવારએ apprenticeshipindia.org પર રજીસ્ટર હોવું જરૂરી છે.

કેવી રીતે અરજી કરવી

ઉત્તર મધ્ય રેલ્વે (North Central Railway, NRC) દ્વારા જાહેર કરાયેલ ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice)ની 480 જગ્યાઓ માટે અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ mponline.gov.in ની મુલાકાત લો. આ પછી હોમ પેજ પર નોંધણી માટેની લિંક પર ક્લિક કરો. નોંધણી પછી આવેદનપત્ર ભરી શકાય છે. એપ્લિકેશન સૂચના કાળજીપૂર્વક વાંચો. આવેદનપત્રમાં કોઈ ભૂલ થાય તો ફોર્મ નામંજૂર કરવામાં આવશે.

લાયકાત

ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice)ની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 50 ટકા માર્કસ સાથે 10માં પાસ થવું આવશ્યક છે. આ સાથે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

વય મર્યાદા (Age Limit)

આ પોસ્ટ્સ પર અરજી કરતા ઉમેદવારોની લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. વયની ગણતરી 5 માર્ચ 2021થી નક્કી કરવામાં આવશે. તમને સમજાવીએ કે મહત્તમ વયમર્યાદામાં ઓબીસી કેટેગરી માટે 3 વર્ષ, એસસી/એસટી વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષ અને જુદી જુદી રીતે સક્ષમ વર્ગ (દિવ્યાંગ)ના લોકોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે. ઉપર જણાવેલ તમામ સૂચનાઓ અને તેને લગતા સર્ટિફિકેટ સાથે રાખવા અને રજીસ્ટ્રેશન દરમિયાન કોઈ ભૂલ ના થાય તેની કાળજી રાખવી, જેથી તમારી અરજી ફૉર્મ ના મંજૂરના થાય. આપેલી લિંકમાં તમામ સૂચનાઓને અનુસરીને અરજી ફૉર્મ ભરવું.

 

આ પણ વાંચો: PhD અને M.Philના વિદ્યાર્થીઓને મોટી રાહત, UGCએ થિસિસ રજૂ કરવાની અંતિમ તારીખ 6 મહિના સુધી લંબાવી

Next Article