52 વર્ષની ઉંમરે પાસ કરી NEET, પણ નથી બનવું ડોક્ટર, આ છે પ્રદીપનો પ્લાન

|

Sep 14, 2022 | 5:26 PM

ગુજરાતના રહેવાસી 52 વર્ષીય પ્રદીપનો પુત્ર બીજિન સ્નેહાંશ MBBSનો વિદ્યાર્થી છે. વર્ષ 2019માં સ્નેહાંશે નીટની (NEET UG 2022) પરીક્ષામાં 595 માર્ક્સ મળ્યા હતા. આ વર્ષે પ્રદીપે 720 માંથી 607 માર્ક્સ મેળવ્યા છે.

52 વર્ષની ઉંમરે પાસ કરી NEET, પણ નથી બનવું ડોક્ટર, આ છે પ્રદીપનો પ્લાન
NEET Pradeep Kumar

Follow us on

ડોક્ટર બનવાના સપના સાથે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ નીટની (NEET) પરીક્ષા આપે છે. નેશનલ લેવલની આ પરીક્ષા ઘણા વિદ્યાર્થીઓને માત્ર પાસ કરવામાં વર્ષો લાગે છે. ગુજરાતના રહેવાસી 52 વર્ષીય પ્રદીપ કુમાર સિંહે નીટ યુજી 2022 (NEET UG 2022) ની પરીક્ષા તેમણે ડોક્ટર બનવા માટે પાસ કરી નથી. પ્રદીપે આ પરીક્ષા ડોક્ટર બનવા માટે નહીં પરંતુ માત્ર તેના શોખને પૂરા કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પાસ કરી છે. પરંતુ પ્રદીપે આવું કેમ કર્યું તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. પ્રદીપ કુમાર સિંહ ગુજરાતના અમદાવાદના રહેવાસી છે અને વ્યવસાયે બિઝનેસમેન છે. નીટ પરિણામ જાહેર થયા પછી પ્રદીપે 720 માંથી 607 માર્ક્સ મેળવ્યા. તેને આ પરીક્ષામાં 98.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. નીટ પરીક્ષામાં આટલો સારો સ્કોર કર્યા પછી પણ પ્રદીપ ડોક્ટર બનવા માંગતો નથી.

Free Coaching આપવા માંગે છે પ્રદીપ

પ્રદીપ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે નીટ પરીક્ષામાં આટલા સારા માર્ક્સ મેળવ્યા પછી પણ ડોક્ટર કેમ નથી બનતા? તેના પર તેને કહ્યું કે તે મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ડોક્ટર બનવા નથી માંગતો પરંતુ બહાર રહીને ગરીબ બાળકોને ફ્રી કોચિંગ આપીને ડોક્ટર બનવવા માંગું છું.

પ્રદીપનો પુત્ર બીજિન સ્નેહાંશ MBBSનો વિદ્યાર્થી છે. વર્ષ 2019માં સ્નેહાંશે નીટની પરીક્ષા પાસ કરી હતી. તેને 595 માર્ક્સ મળ્યા છે. સિંહ કહે છે કે જ્યારે મારા પુત્રએ નીટની તૈયારી શરૂ કરી ત્યારે મને સમજાયું કે કોચિંગ સંસ્થાઓ કેટલી મોટી ફી લે છે. ઘણા ગરીબ બાળકો આટલી તગડી ફી ચૂકવી શકતા નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શરૂઆતથી જ હોશિયાર રહ્યો છે પ્રદીપ

અમદાવાદના રહેવાસી પ્રદીપ કુમાર સિંહ શરૂઆતથી જ અભ્યાસમાં ઉત્સુક હતા. વર્ષ 1987માં તેને 12માની પરીક્ષા પાસ કરી. જેમાં તેને 71 ટકા માર્ક્સ મળ્યા છે. આ પછી તેને દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર્સની ડિગ્રી મેળવી. દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં બિઝનેસ ઈકોનોમિક્સમાં માસ્ટર્સ પૂરું કર્યું. હાલમાં તેઓ વ્યવસાયે એક બિઝનેસમેન છે, પરંતુ તેમનું સ્વપ્ન ગરીબ બાળકો માટે ફ્રી કોચિંગ શરૂ કરવાનું છે.

પ્રદીપ કહે છે કે તેનો દીકરો બાયોમાં સારો છે અને મારી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સારી છે. અમે આ વિષયો વિનામૂલ્યે ભણાવવાનું નક્કી કર્યું છે. હાલમાં અમે કેટલાક વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ જેમના માતા-પિતા મનરેગામાં કામ કરે છે.

Next Article