AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PGCIL Recruitment 2021: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 1,110 પોસ્ટ માટે ભરતી, જાણો તમામ વિગતો

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે PGCIL, ભારત સરકારના વીજ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપનીમાં મોટા પ્રમાણમાં ભરતી બહાર પડી છે.

PGCIL Recruitment 2021: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 1,110 પોસ્ટ માટે ભરતી, જાણો તમામ વિગતો
PGCIL Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 2:19 PM
Share

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે PGCIL, ભારત સરકારના વીજ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપનીમાં મોટા પ્રમાણમાં ભરતી બહાર પડી છે. PGCIL વિવિધ ક્ષેત્રોમાં કુલ 1,110 તાલીમાર્થીઓની ભરતી કરી રહી છે. જેમાં ઇલેક્ટ્રિકલ આઇટીઆઇ, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા, સિવિલ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ સિવિલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ અને એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ વગેરે પોસ્ટ્સ શામેલ છે.

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL)એ તેની સત્તાવાર વેબસાઇટ www.powergrid.in પર વિવિધ ટ્રેડમાં 1,110 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારોને આમંત્રણ આપતા વિવિધ સત્તાવાર સૂચનાઓ બહાર પાડ્યા છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 જુલાઈ 2021થી શરૂ થઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2021 છે. PGCIL એપ્રેન્ટિસ ભરતી 2021ની પાત્રતા શરતોને પૂર્ણ કરવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું જોઈએ.

કુલ 1,110 પદ માટે ભરતી

  1. કોર્પોરેટ સેન્ટર, ગુરુગ્રામ – 44
  2. વડોદરા – 115
  3. ફરીદાબાદ – 134
  4. જમ્મુ – 83
  5. લખનૌ – 96
  6. પટના – 82
  7. કોલકાતા – 74
  8. શિલોંગ – 127
  9. ભુવનેશ્વર – 53
  10. નાગપુર – 112
  11. હૈદરાબાદ – 76
  12. બેંગલુરુ – 114

લાયકાત

  • આઇટીઆઇ એપ્રેન્ટિસ – સંબંધિત ટ્રેડ/વિષયમાં આઇટીઆઇ.
  • ડિપ્લોમા એપ્રેન્ટિસ – ડિપ્લોમા (સિવિલ/ઇલેક્ટ્રિકલ એન્જી.)
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – BE/B.Tech/BSc (એન્જિનિયરિંગ)
  • HR એક્ઝિક્યુટિવ – MBA (HR)/ MSW/ PG ડિપ્લોમા ઇન પર્સનલ મેનેજમેન્ટ/ પર્સનલ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">