Pariksha Pe Charcha 2022: ફેબ્રુઆરીમાં વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે

|

Jan 01, 2022 | 4:31 PM

Pariksha Pe Charcha 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદ્યાર્થીઓના વાર્તાલાપનો કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા' ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે.

Pariksha Pe Charcha 2022: ફેબ્રુઆરીમાં વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે
PM Modi (File photo)

Follow us on

Pariksha Pe Charcha 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદ્યાર્થીઓના વાર્તાલાપનો કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓ પણ ભાગ લઈ શકશે. શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. શિક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું, “પરીક્ષા પે ચર્ચા ફેબ્રુઆરી 2022માં યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરો અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરો.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા MyGov વેબસાઇટ પર ‘પરીક્ષા પે ચર્ચા 2022’ વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે.

વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઈતિહાસ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શાળા, સ્વચ્છ ભારત ગ્રીન ઈન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શિક્ષકો માટેના વિષયોમાં ‘નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’, ‘કોવિડ રોગચાળો: તકો અને પડકારો’નો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે ‘બેટી પઢાવો દેશ બચાવો’, ‘લોકલ ટુ ગ્લોબલઃ વોકલ ફોર લોકલ’ અને ‘લાઇફલોંગ સ્ટુડન્ટ’ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે.

ગયા વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Next Article