Pariksha Pe Charcha 2022: આજે પરીક્ષા પે ચર્ચા માટે રજિસ્ટ્રેશન કરાવાની છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

|

Jan 27, 2022 | 12:54 PM

Pariksha Pe Charcha 2022 registration: પરિક્ષા પે ચર્ચા 2022 માટે નોંધણીની પ્રક્રિયા આજે એટલે કે 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે.

Pariksha Pe Charcha 2022: આજે પરીક્ષા પે ચર્ચા માટે રજિસ્ટ્રેશન કરાવાની છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી
Pariksha Pe Charcha (file photo)

Follow us on

Pariksha Pe Charcha 2022 registration: પરિક્ષા પે ચર્ચા 2022 માટે નોંધણીની પ્રક્રિયા આજે એટલે કે 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષા પર ચર્ચા માટે નોંધણી કરાવી નથી તેઓ શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરાવી શકે છે. આગામી બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેઓ તણાવ મુક્ત પરીક્ષા કેવી રીતે આપવી તે વિશે ચર્ચા કરે છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સત્તાવાર વેબસાઇટ mygov.in પર અરજી કરી શકે છે. અગાઉ, 20 જાન્યુઆરી પરીક્ષાની છેલ્લી તારીખ હતી, જેને વધારીને 27 જાન્યુઆરી કરવામાં આવી છે.

પીએમ મોદીએ પોતે થોડા સમય પહેલા એક ટ્વિટ દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ ધરાવતા વાલીઓ અને શિક્ષકોને અપીલ કરી હતી. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા MyGov વેબસાઇટ પર ‘પરીક્ષા પે ચર્ચા 2022’ વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઈતિહાસ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શાળા, સ્વચ્છ ભારત ગ્રીન ઈન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.

શિક્ષકો માટેના વિષયોમાં ‘નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’, ‘કોવિડ રોગચાળો: તકો અને પડકારો’નો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે ‘બેટી પઢાવો દેશ બચાવો’, ‘લોકલ ટુ ગ્લોબલઃ વોકલ ફોર લોકલ’ અને ‘લાઇફલોંગ સ્ટુડન્ટ’ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે.

રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

 

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Next Article