JEE Advanced માટે અરજી કરવાની વધુ એક તક, IIT બોમ્બેએ નોંધણીની તારીખ લંબાવી

|

Aug 12, 2022 | 2:04 PM

IIT બોમ્બેએ (IIT Bombay) JEE એડવાન્સ 2022 માટે નોંધણી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમની પાસે વધુ એક તક છે.

JEE Advanced માટે અરજી કરવાની વધુ એક તક, IIT બોમ્બેએ નોંધણીની તારીખ લંબાવી
JEE Advanced 2022

Follow us on

જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2022 માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમની પાસે વધુ એક તક છે. IIT Bombay એ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. ઉમેદવારો હવે 12 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યા સુધી ઓફિશિયલ વેબસાઇટ jeeadv.nic.in પર જઈને અરજી કરી શકે છે. JEE એડવાન્સ 2022ની પરીક્ષા 28 ઓગસ્ટના રોજ યોજાવાની છે. પ્રથમ JEE એડવાન્સ માટે પ્રથમ નોંધણી તારીખ 11 ઓગસ્ટ 2022 છે. JEE મેન્સ પરિણામ જાહેર થયા પછી 2.5 લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે પાત્ર બનશે.

JEE એડવાન્સ માટે આ રીતે કરો નોંધણી…

  1. તમે JEE Advancedની ઓફિશિયલ વેબસાઇટ jeeadv.nic.inપર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકો છો.
  2. નોંધણી લિંક પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.
  3. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  4. તમારું યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ થશે, તેને સેવ કરીને રાખો.
  5. પછી યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગિન કરો અને JEE એડવાન્સ ફોર્મ ભરવાનું શરૂ કરો.
  6. ફોટો, સહી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  7. તે પછી ફી ભરો અને ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

JEE એડવાન્સ પરીક્ષા ક્યારે અને કયા સમયે લેવામાં આવશે?

JEE Mainsની પરીક્ષા 28 ઓગસ્ટના રોજ યોજાવાની છે, તેથી JEE એડવાન્સ એડમિટ કાર્ડ પરીક્ષાના એક અઠવાડિયા પહેલા બહાર પાડવામાં આવે તેવી આશા છે. IIT JEE એટલે કે એડવાન્સ પરીક્ષા 2022 IIT બોમ્બે દ્વારા રવિવારે લેવામાં આવશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પેપર 1 ની પરીક્ષા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી પ્રથમ શિફ્ટમાં લેવામાં આવશે. પેપર 2ની પરીક્ષા બપોરે 2.30 થી 5.30 દરમિયાન બીજી શિફ્ટમાં લેવામાં આવશે.

જેઇઇ એડવાન્સ પરીક્ષા માટે કોણ હશે લાયક

જે વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન 2022ની ફાઇનલ મેરિટ લિસ્ટમાં ટોચના 2,50,000 રેન્કમાં સામેલ છે, તેઓ JEE એડવાન્સ પરીક્ષા 2022 માટે પાત્ર બનશે. જો કે, બે કે તેથી વધુ વિદ્યાર્થીઓનો રેન્ક અને સ્કોર સમાન હોય તો 2.50 લાખનો આ આંકડો થોડો વધારે હોઈ શકે છે. જેઇઇ મેઇન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Next Article