NYKS Recruitment 2021: 10 પાસ માટે હજારો ખાલી જગ્યાઓ, કોઈ પરીક્ષા નહીં, કરો અરજી

|

Feb 09, 2021 | 6:21 PM

NYKS Volunteer Recruitment 2021: નહેરુ યુવા કેન્દ્ર દ્વારા 10 મી પાસ માટે બમ્પર ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

NYKS Recruitment 2021: 10 પાસ માટે હજારો ખાલી જગ્યાઓ, કોઈ પરીક્ષા નહીં, કરો અરજી
NYKS Recruitment 2021

Follow us on

Nehru Yuva Kendra Recruitment 2021: નહેરુ યુવા કેન્દ્ર સંગઠન(Nehru Yuva Kendra Sangthan)ને ઘણી પોસ્ટને માટે ભરતી બહાર પાડી છે. નહેરુ યુવા કેન્દ્ર દ્વારા 2021-22 માટે 13206 સ્વયંસેવકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી ધોરણ 10માં પાસ લોકો માટે છે, આવી સ્થિતિમાં, જો તમે 10 મા પાસ છો અને તમે નોકરી શોધી રહ્યા છો, તો આ તક છુટે નહીં તેનું ધ્યાન રાખશો. ભરતીની સૂચના મુજબ દેશના યુવાનોને સંગઠનની વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે અને તેમને તાલીમ આપવા માટે એક વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવશે. પસંદ કરેલ યુવક 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી પોસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન ઉમેદવારોને દર મહિને 5000 રૂપિયા વળતર આપવામાં આવશે. રસ ધરાવતા લોકો ઓનલાઇન અરજી કરી શકે છે સત્તાવાર વેબસાઇટ nyks.nic.in ની મુલાકાત લઈને. 20 ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ કરી શકાશે.

પદનું નામ

વૉલંટિયર

પદોની કુલ સંખ્યા

13206 પોસ્ટસ માટે ભરતી

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

લાયકાત

આ પોસ્ટ્સ પર ધોરણ 10માં પાસ અરજી કરી શકે છે. આ સાથે, ઉમેદવારને ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઇલ જેવી ટેકનિકલ જ્ઞાન હોવું પણ જરૂરી છે જેથી તેઓ ઓનલાઇન કાર્ય કરી શકે.

વય શ્રેણી

સ્વયંસેવકોની ભરતી માટે 18 થી 29 વર્ષના યુવાઓ અરજી કરી શકે છે.

આ રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેના આધારે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવાશે. ઇન્ટરવ્યુમાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં.

કરો અરજી

રુચિ અને પાત્ર ઉમેદવારો નીચે આપેલી સીધી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે.
NYKS Volunteer Apply Online Direct Link

Next Article