NEET UG 2022 : NEET ની પરીક્ષા માટે NTA એ જાહેર કરી મહત્વની નોટિસ, ફોર્મમાં આ ભૂલ હોય તો અત્યારે જ તેને સુધારી લો

|

Jun 15, 2022 | 3:58 PM

NEET UG 2022 Correction: NTA એ (National Testing Agency) કહ્યું, જે ઉમેદવારો સત્તાધિકારી પાસેથી તેમની કેટેગરી સર્ટિફિકેટ મેળવી શક્યા નથી. તેઓ એજન્સી દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં એક સેલ્ફ-ડિક્લેરેશન અપલોડ કરી શકે છે.

NEET UG 2022 : NEET ની પરીક્ષા માટે NTA એ જાહેર કરી મહત્વની નોટિસ, ફોર્મમાં આ ભૂલ હોય તો અત્યારે જ તેને સુધારી લો
Neet PG Counselling 2022

Follow us on

NEET UG 2022 Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency) એ NEET UG ઉમેદવારોને તેમના અરજી ફોર્મમાં કેટેગરી સુધારવાની મંજૂરી આપી છે. આ વિશે NTA દ્વારા એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. NEET UG 2022 એપ્લિકેશનમાં કરેક્શનની સુવિધા 14 જૂનથી 16 જૂન સુધી રાત્રે 9 વાગ્યાથી ઉપલબ્ધ થશે. NTAએ એક નિવેદનમાં કહ્યું કે, “24 મે 2022ની પબ્લિક નોટિસના ક્રમમાં આ નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવારોને NEET (UG) 2022 માટે તેમના સંબંધિત ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં સુધારો/તેમની કેટેગરી બદલવાની વધુ એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ માટે કેટેગરી સુધારવા માટેની છેલ્લી તક હશે.

NEET UG ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તેમની અસલ કેટેગરી યોગ્ય રીતે જે વિદ્યાર્થીઓ ભરી શક્યા નથી તેઓ પાસે હવે તેને જાતે સુધારવાની એક તક મળે છે. વિદ્યાર્થીઓ કેટેગરી સુધારીને તેમના પ્રમાણપત્રની સ્કેન કરેલી કોપી અપલોડ કરી શકે છે. NTA એ તેના નિવેદનમાં કહ્યું હતું કે, જે ઉમેદવારો સત્તાધિકારી પાસેથી તેમનું કેટેગરી સર્ટીફિકેટ મેળવી શક્યા નથી. તેઓ એજન્સી દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં સેલ્ફ-ડિક્લેરેશન અપલોડ કરી શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ ફોર્મ ભરતી વખતે તેમની કેટેગરી ખોટી રીતે સિલેક્ટ કરે છે. આવી સ્થિતિમાં હવે તેને સુધારવાની એક તક આપવામાં આવી છે.

કેટેગરી સુધારવાની આ છેલ્લી તક

NTAના નિવેદનમાં કહ્યું છે કે, કેટેગરી સુધારવા માટે વિદ્યાર્થીઓએ વધારાની ફી પણ ચૂકવવી પડશે. ફીનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI અને Paytm દ્વારા કરી શકાય છે. NTAએ કહ્યું, ‘વિદ્યાર્થીઓને એક તક આપવામાં આવી હતી, જેથી તેઓને કોઈપણ મુશ્કેલીમાંથી બચાવી શકાય. આવામાં તેમને તેમની કેટેગરી ખૂબ જ કાળજીપૂર્વક સુધારવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તે પછી તેમને કેટેગરી સુધારવાની બીજી તક આપવામાં આવશે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

NTA એ નોટિસ સાથે કેટેગરી સર્ટિફિકેટના બદલે ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ સેલ્ફ-ડિક્લેરેશનનું ફોર્મેટ પણ જોડ્યું છે. ઉમેદવારો આ ડોક્યુમેન્ટને ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ nta.ac.in પર જઈ શકે છે. આ માટે તેઓ વેબસાઇટ પર લિંક પર ક્લિક કરી શકે છે. તેઓ તેમાં તમામ માહિતી મેળવી શકે છે.

Next Article