NEP 2020: શિક્ષણ પ્રધાને ‘સાર્થક’ યોજના શરૂ કરી, રાજ્યોને નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં સહાય મળશે

|

Apr 09, 2021 | 3:36 PM

New Education Policy: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સરળતાથી લાગુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે 'સાર્થક' યોજના શરૂ કરી છે.

NEP 2020: શિક્ષણ પ્રધાને સાર્થક યોજના શરૂ કરી, રાજ્યોને નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં સહાય મળશે
ફાઈલ ફોટો

Follow us on

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે ગુરુવારે ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો વ્યાપક વિકાસ’ (સાર્થક) યોજના શરૂ કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ‘સાર્થક’ યોજનાની રૂપરેખા તૈયાર કરી છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે ઉજવવામાં આવતા અમૃત મહોત્સવ અંતર્ગત તેનું વિમોચન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે તમામ પક્ષોને ‘સાર્થક’ નો ઉપયોગ શાળાના શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનશીલ સુધારાઓની પાલન તરફ માર્ગદર્શિકા તરીકે કરવા માટે અપીલ કરી હતી.

શિક્ષણ મંત્રાલયના નિવેદન મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે એક વર્ષિક કાર્ય યોજના તૈયાર કરી છે. રાજ્યોને તેમની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને અપનાવવા અને તેને બદલવાની મંજૂરી આપવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

‘સાર્થક’ યોજના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓ અને તમામ પક્ષકારોના સૂચનો સાથે વિસ્તૃત પરામર્શના આધારે તૈયાર કરવામાં આવી છે. આ સંદર્ભે આશરે 7177 સૂચનો મળ્યા હતા.

નિશાંકે કહ્યું કે ‘સાર્થક’ યોજના અંતર્ગત કાર્યો અને પ્રવૃત્તિઓને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે લક્ષ્યો, પરિણામો અને સમયરેખાઓનો ઉલ્લેખ કરવામાં આવે. આમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોને 297 કર્યો સાથે જોડવામાં આવી છે .અને જવાબદાર એજન્સીઓ અને સમયરેખા પણ નક્કી કરવામાં આવી છે. આ કામો માટે 304 પરિણામો નક્કી કરાયા છે.

 

Published On - 3:35 pm, Fri, 9 April 21

Next Article