NEET UG 2022: NEET UG 2022 માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં થશે શરૂ, જાણો આ વર્ષે શું થયા ફેરફારો

|

Apr 03, 2022 | 11:57 AM

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અથવા (NEET UG 2022) માટેની સૂચના નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

NEET UG 2022: NEET UG 2022 માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં થશે શરૂ, જાણો આ વર્ષે શું થયા ફેરફારો
NEET UG 2022

Follow us on

NEET UG 2022: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અથવા (NEET UG 2022) માટેની સૂચના નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. NEET UG 2022 સંબંધિત નવીનતમ અપડેટ અનુસાર, NEET 2022 એપ્લિકેશન ફોર્મ પણ 2 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. જો કે, એનટીએ દ્વારા હજુ સુધી NEET 2022 ફોર્મની તારીખોની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અહેવાલ મુજબ, એપ્લિકેશન પ્રક્રિયા 2 એપ્રિલથી કરવામાં આવશે. MBBS અને BDS કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો neet.nta.nic.in પર પોતાની નોંધણી કરાવી શકે છે.

દર વર્ષે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપે છે અને આ વર્ષે પણ સંખ્યા લગભગ એટલી જ રહેવાની ધારણા છે. અધિકારીઓએ આ વર્ષે NEET 2022 પ્રવેશ પરીક્ષામાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ NEET UG 2022માં આ વર્ષે મેડિકલ કોર્સમાં જે ફેરફારો થઈ શકે છે તેનાથી પરિચિત થયા પછી જ અરજી કરે.

NEET ઉપલી વય મર્યાદા દૂર કરી

જણાવી દઈએ કે, NMC એ NEET 2022ના ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદા નાબૂદ કરી છે. અગાઉ સામાન્ય ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 25 વર્ષ અને અનામત ઉમેદવારો માટે 30 વર્ષ હતી. તે એવા ઉમેદવારોને તકો પૂરી પાડશે કે જેઓ ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ વયના માપદંડોને કારણે મર્યાદિત હતા. સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે જે મુજબ ખાનગી કોલેજોએ તેમની સીટોના ​​50% સરકારી ફી માળખા મુજબ વસૂલવાની રહેશે. આ સાથે અનેક ગરીબ વિદ્યાર્થીઓને સરકારી ફી ભરીને ખાનગી કોલેજની સુવિધા મેળવવાનો લાભ મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહત્વનું છે કે, NEET UG 2022નું કન્ફર્મેશન પેજ ટૂંક સમયમાં જ DigiLocker પર ઉપલબ્ધ થશે. તેને ડિજીલોકર એપ અને વેબસાઇટ digilocker.gov.in પરથી એક્સેસ કરી શકાય છે. ઉમેદવારોએ સાઇન અપ કરવું પડશે અને ડિજીલોકર એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચો: IGNOU June 2021 Session: IGNOU પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વિવિધ UG, PG અભ્યાસક્રમોની પરીક્ષાઓમાં બેસવામાંથી આપવામાં આવી મુક્તિ

આ પણ વાંચો: JEE Mains 2022: JEE Mains પરીક્ષા માટે અરજી કરવાની બીજી તક, નોંધણીની તારીખ લંબાવાઈ

Next Article