NEET PG 2023: જાણો આવતા વર્ષે ક્યારે યોજાશે NEET PGની પરીક્ષા, આ હોઈ શકે છે પરીક્ષાની તારીખ

|

Jun 17, 2022 | 10:56 PM

NEET PG 2022 નું પરિણામ (NEET PG 2023 Exam Date) જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવે ધીમે ધીમે આગામી અકેડેમિક વર્ષ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

NEET PG 2023: જાણો આવતા વર્ષે ક્યારે યોજાશે NEET PGની પરીક્ષા, આ હોઈ શકે છે પરીક્ષાની તારીખ
NEET-PG

Follow us on

NEET PG 2023 Exam: NEET PG 2023 ની પરીક્ષા (NEET PG 2023 Exam Date) 23 જાન્યુઆરીએ યોજાઈ શકે છે. પરંતુ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા હજુ સુધી તારીખોની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. NEET PG 2022 નું પરિણામ જાહેર થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ધીમે ધીમે આગામી અકેડેમિક વર્ષ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ હવે આગામી વર્ષની પીજી પ્રવેશ પરીક્ષા અને અન્ય સંબંધિત અપડેટ્સ માટે સંભવિત તારીખની જાણકરી આપી છે. કહેવામાં આવ્યું છે કે NEET PG 2023 ની પરીક્ષા 23 જાન્યુઆરી 2023 ની આસપાસ લેવામાં આવી શકે છે.

હજુ પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ નવા વર્ષની શરૂઆતમાં NEET PG પરીક્ષા લેવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે જો NBE આ યોજના મુજબ આગળ વધે છે તો સંભવ છે કે એકેડેમિક કેલેન્ડર પાછું પાટા પર આવી શકે છે અને પાછલા બે વર્ષની જેમ આગળની સમસ્યાઓથી બચી શકાય છે. પરંતુ NEET PG 2023 ની તારીખ હજુ સુધી સંભવિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો પરીક્ષાની તારીખ માટેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે, તો natboard.edu.in પર ઓફિશિયલ નોટિસ આવશે.

NEET PG કાઉન્સેલિંગ 2022 નું શેડ્યૂલ હજી સુધી નથી થયું જાહેર

જ્યાં સુધી NEET PG કાઉન્સેલિંગ 2022 નું શેડ્યૂલ જાહેર ન થાય ત્યાં સુધી NEET PG 2023 પરીક્ષાને લઈને ઓફિશિયલ અપડેટ્સ જાહેર થવાની અપેક્ષા નથી. NEET PGનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) કાઉન્સેલિંગની તારીખો પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઇટ mcc.nic.in પર તારીખોની જાહેરાત કરવામાં આવશે. NEET PG 2022 ની પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી હતી તેઓ હવે કાઉન્સેલિંગ શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે NEET PG 2023 પરીક્ષા આયોજિત કરવાની પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે NEET PG 2023 ની તારીખ માત્ર સંભવિત છે. આ વાતની કોઈ જાણકારી સામે આવી નથી કે NEET PG 2022 નું કાઉન્સેલિંગ ક્યારે થશે.

Next Article