NEET પરીક્ષામાં બેસવા માટે ઉંમરની મર્યાદા ઘટાડવાની અરજી દિલ્લી હાઇકોર્ટે ફગાવી, જાણો શું કહ્યુ ?

|

Aug 18, 2021 | 12:11 PM

અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે આજની જનરેશન ખૂબ જ બુદ્ધિશાળી છે, નવી જનરેશનને ધ્યાનમાં રાખીને લઘુત્તમ વય મર્યાદા ઘટાડીને 15 વર્ષ કરવી જોઈએ.   NEET પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે વય મર્યાદાનો નિયમ 20 વર્ષ જૂનો છે.

NEET પરીક્ષામાં બેસવા માટે ઉંમરની મર્યાદા ઘટાડવાની અરજી દિલ્લી હાઇકોર્ટે ફગાવી, જાણો શું કહ્યુ ?
સાંકેતિક તસ્વીર

Follow us on

દિલ્હી હાઈકોર્ટે NEET પરીક્ષામાં બેસવા માટે વયમર્યાદા ઘટાડવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. આ સાથે અરજદારને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે તે નીતિગત નિર્ણય છે, અમે દખલ નહીં કરીએ. કોર્ટે દંડની રકમ 4 સપ્તાહની અંદર DSLSA (Delhi State Legal Services Authority) માં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court)  અરજી ફગાવી દેતા કહ્યું કે જો આપણે આજે વયમર્યાદા ઘટાડીશું તો કાલે બીજુ કોઈ આવશે અને કહેશે કે અમારી જનરેશન ખૂબ બુદ્ધિશાળી છે, તેથી વય મર્યાદા વધારીને 12 વર્ષ કરવી જોઈએ.  કોઈ કહેશે કે વય મર્યાદા ઘટાડીને 7 વર્ષ કરવી જોઈએ, અમે એવુ કરી શકીએ?   અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ડિસેમ્બર 2021 સુધીમાં 17 વર્ષની ઉંમર પૂર્ણ કરવાનો નિયમ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 માં નથી.

ઉંમર 15 વર્ષ કરવાની કરાઇ માંગ 

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે આજની જનરેશન ખૂબ જ બુદ્ધિશાળી છે, નવી જનરેશનને ધ્યાનમાં રાખીને લઘુત્તમ વય મર્યાદા ઘટાડીને 15 વર્ષ કરવી જોઈએ.
NEET પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે વય મર્યાદાનો નિયમ 20 વર્ષ જૂનો છે. અરજદારે દિલ્હી હાઈકોર્ટ પાસે NEET પરીક્ષામાં (NEET Exam 2021) બેસવા  માટે વય મર્યાદા 17 થી ઘટાડીને 15 કરવાની માંગ કરી હતી.

 કોર્ટે ફટકાર્યો 10 હજારનો દંડ 

અરજી ફગાવી દેતા જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની ખંડપીઠે કહ્યું હતું કે, અમને આ બાબત પર વિચારવાનું કોઈ કારણ દેખાતું નથી, તેમાં કોઈ તથ્ય નથી. વય સંબંધિત નિયમો ઘટાડવાનું પણ કોઈ કારણ નથી.’કોર્ટે અરજદારને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે,

‘અરજદાર ભારતનો સગીર નાગરિક છે. દસ્તાવેજો અનુસાર, અરજદારની જન્મ તારીખ 26 જાન્યુઆરી, 2006 છે. અરજદાર એક બુદ્ધિશાળી વિદ્યાર્થી છે. તેણે 2019 માં મેટ્રિક અને 2021 માં ધોરણ 12 પાસ કર્યું છે.   અરજદારના વર્ગના વિદ્યાર્થીઓ NEET 2021 આપી રહ્યા છે પરંતુ 13 વર્ષ નાના હોવાથી તે આપી શકતા નથી. તેથી તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યુ છે.

 

આ પણ વાંચોSurat : UPSC ની પરીક્ષા માટે સુરતમાં સાત સેન્ટરો ફાળવાયા, 10 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા

આ પણ વાંચોSBI SO Recruitment 2021: સ્ટેટ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતના પદ પર જાહેર થઈ ભરતી, સ્નાતક ઉમેદવાર કરી શકે છે અરજી

 

Published On - 12:09 pm, Wed, 18 August 21

Next Article