Military Nursing Service Recruitment: BSc Nursing માટેની અરજી 17 ફેબ્રુઆરીથી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

|

Feb 13, 2021 | 11:29 PM

Military Nursing Service 2021 Recruitment: ભારતીય સૈન્યએ ચાર વર્ષના Bsc (Nursing) કોર્સ 2021ને લઈને એક અધિસૂચના (Nursing Service 2021 Recruitment Notification) જાહેર કરી છે

Military Nursing Service Recruitment: BSc Nursing માટેની અરજી 17 ફેબ્રુઆરીથી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

Follow us on

Military Nursing Service 2021 Recruitment: ભારતીય સૈન્યએ ચાર વર્ષના Bsc (Nursing) કોર્સ 2021ને લઈને એક અધિસૂચના (Nursing Service 2021 Recruitment Notification) જાહેર કરી છે. જેને લઈને ભારતીય સૈન્યની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોગ્ય અને ઈચ્છુક મહિલા ઉમેદવાર 17 ફેબ્રુઆરી, 2021થી 10 માર્ચ, 2021 સુધી MNS Recruitment 2021 માટે અરજી કરી શકે છે. નર્સિંગની તાલીમ આપ્યા પછી, સૈન્ય નર્સિંગ સર્વિસમાં ભરતી કરવામાં આવશે.

પદોની વિગતો

સૂચના – સૈન્ય નર્સિંગ સેવા 2021 ભરતી, 17 ફેબ્રુઆરીથી ઓફિશિયલ વેબસાઈટ પર એપ્લિકેશન શરૂ
એપ્લિકેશનની અંતિમ તારીખ- 10 માર્ચ, 2021
શહેર- નવી દિલ્હી
સંસ્થા- ભારતીય સેના
શૈક્ષિક લાયકાત- ધોરણ 12 પાસ
ફંક્શનલ – મેડિકલ

સફળ ઉમેદવારોને ભારતીય નર્સિંગ પરીક્ષા 2021 (Military Nursing Service Exam 2021) માટે બોલાવવામાં આવશે, જે એપ્રિલ, 2021માં લેવામાં આવી શકે છે, પરીક્ષાનું પ્રવેશ કાર્ડ માર્ચ, 2021ના ​​ત્રીજા અઠવાડિયામાં વેબસાઇટ joinindianarmy.nic.in પર જાહેર થઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સૈન્ય નર્સિંગ સેવામાં અરજી માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવા જોઈએ. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વૈજ્ઞાન અને અંગ્રેજી વિષયો (Physics, Chemistry, Biology, English)નો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તેમના 50 ટકાથી ઓછા ગુણ ન હોવા જોઈએ. જે ઉમેદવારો ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તેઓ પણ અરજી કરી શકશે. આ સાથે શારીરિક લાયકાત પણ નિયમો અનુસાર રહેશે. વય (Military Nursing Service Age Limit)ની વાત કરીએ તો ઉમેદવારનો જન્મ 01 ઓક્ટોબર, 1996 અને 30 સપ્ટેમ્બર, 2004ની વચ્ચેનો હોવો જોઈએ. પસંદગી માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.

 

આ પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, અંગ્રેજી (Military Nursing Service Selection Procedure)થી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાક 30 મિનિટનો રહેશે. આમાં, વૈકલ્પિક પ્રશ્નો (Military Nursing Service Exam Pattern) પૂછવામાં આવશે. સીબીઈ ટેસ્ટના મેરીટના આધારે જૂન 2021એ ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ સીબીઈની પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં મેળવેલા માર્ક્સના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય સૈન્ય joinindianarmy.nic.inની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. તેમજ 750 રૂપિયાની અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

Next Article