MBA Colleges Admission: CAT પરીક્ષામાં છે ઓછા સ્કોર, ચિંતા કરશો નહીં! તમે આ કોલેજોમાં લઈ શકો છો એડમિશન

|

Jan 04, 2022 | 4:45 PM

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદે 3 જાન્યુઆરીએ કોમન એડમિશન ટેસ્ટ (CAT 2021) ના પરિણામો જાહેર કર્યા છે.

MBA Colleges Admission: CAT પરીક્ષામાં છે ઓછા સ્કોર, ચિંતા કરશો નહીં! તમે આ કોલેજોમાં લઈ શકો છો એડમિશન
MBA Colleges Admission

Follow us on

MBA Management Colleges: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM Ahmedabad) એ 3 જાન્યુઆરીએ કોમન એડમિશન ટેસ્ટ (CAT 2021) ના પરિણામો જાહેર કર્યા છે. જે ઉમેદવારો મેનેજમેન્ટ એન્ટ્રન્સ પરીક્ષામાં લાયક ઠરે છે તેઓને CAT 2021 પર્સેન્ટાઈલ અને કોલેજો દ્વારા બહાર પાડવામાં આવેલા કટ-ઓફ દ્વારા મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ મળશે.

દેશની મોટાભાગની ટોચની કોલેજોને ઓછામાં ઓછા 90 પર્સન્ટાઇલ CAT સ્કોર જરૂરી છે. જેમના માર્ક્સ 90% કરતા ઓછા છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે, ભારતમાં કેટલીક ટોચની મેનેજમેન્ટ કોલેજો છે જે 90 ટકા કરતા ઓછા CAT સ્કોર માટે પ્રવેશ લે છે. અહીં જુઓ ભારતની MBA કોલેજોની યાદી છે જેમનું કટ ઓફ 80 પર્સન્ટાઈલ છે.

વિદ્યાર્થીઓ મહેરબાની કરીને નોંધ લે કે, CAT 2021 પરિણામ/સ્કોર ઉપરાંત, ઉમેદવારોએ લેખિત ક્વોલિફાઇંગ ટેસ્ટ (WAT), જૂથ ચર્ચા (GD) અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (PI) પણ ક્વોલિફાય કરવું પડશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ટોચની MBA કોલેજો

  1. લોયોલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ચેન્નઈ
  2. ABV – ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ગ્વાલિયર
  3. દિલ્હી સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી, દિલ્હી
  4. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ
  5. મોતીલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અલ્હાબાદ
  6. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મેસરા
  7. મેનેજ હૈદરાબાદ (MANAGE Hyderabad)
  8. બાલાજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોર્ડન મેનેજમેન્ટ, પુણે
  9. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, હૈદરાબાદ

અમદાવાદ CAT 2021 પર્સેન્ટાઇલની ગણતરી કેવી રીતે કરવી

IIM અમદાવાદે સત્તાવાર વેબસાઇટ- iimcat.ac.in પર CAT 2021 આન્સર કી અને રિસ્પોન્સ શીટ પણ બહાર પાડી છે. IIM અમદાવાદે CAT 2021 પર્સેન્ટાઇલની ગણતરી કેવી રીતે કરવી તે અંગેનો વિગતવાર દસ્તાવેજ પણ બહાર પાડ્યો છે, વિદ્યાર્થીઓ ઉલ્લેખિત સૂત્રનો ઉપયોગ કરીને વિભાગ મુજબ CAT પર્સેન્ટાઇલની ગણતરી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ઉપરોક્ત કોલેજોના પર્સેન્ટાઈલ વધારી અને ઘટાડી શકાય છે. કોલેજોની અધિકૃત વેબસાઇટ પર પ્રવેશ સંબંધિત જાહેર કરાયેલી સૂચના વાંચ્યા પછી જ પ્રવેશ લો.

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Next Article