JEE Main Exam 2021: માત્ર 5 સ્ટેપમાં ક્રેક કરો JEE Main Exam, મેળવો ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન

|

Feb 16, 2021 | 11:49 PM

જો તમે JEE Main Exam ના છેલ્લા કેટલાક વર્ષોના મોડેલ પેપર (Model Paper), JEE Cutoff અને JEE Result ને સમજીને તૈયારી શરૂ કરો છો, તો પછી તમે સરળતાથી પરીક્ષા ક્રેક કરી શકો છો.

JEE Main Exam 2021: માત્ર 5 સ્ટેપમાં ક્રેક કરો JEE Main Exam, મેળવો ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન
JEE Main Exam 2021

Follow us on

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ દેશની સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે JEE ની પરીક્ષા આપે છે. ફક્ત થોડા વિદ્યાર્થીઓએ જ તેમના સપના પૂરા કર્યા. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ નથી કરી શકતા તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કેટલાક વિદ્યાર્થીઓ સિલેબસ કવર નથી કરી શકતા. તેમ કેટલાકને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. જો તમે મોડેલ પેપર, JEE Cutoff અને પાછલા કેટલાક વર્ષોનું પરિણામ જોશો, તો તમે ફક્ત 5 પગલાંને અનુસરીને JEE Main Exam 2021 ને ક્રેક કરી શકો છો.

સૌ પ્રથમ, આપને જાણીએ કે JEE પરીક્ષા બે તબક્કામાં છે. પ્રથમ તબક્કાને JEE Main કહેવામાં આવે છે, જેમાં પાસ થયેલા ઉમેદવારો જ બીજા તબક્કાની એટલે JEE Advance ની પરીક્ષા આપી શકે. જેઇઇ મેન્સની પરીક્ષા કુલ 300 ગુણની છે. આ માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે.

આ Steps Follow કરો

1. સિલેબસને યોગ્ય રીતે આવરી (Cover) લો – કોઈપણ પરીક્ષાને ક્રેક કરવી હોય તો તેના સંપૂર્ણ અભ્યાસક્રમને ખૂબ સારી રીતે સમજવું એ સૌથી મહત્વનું છે. જેઇઇ મેન્સની પરીક્ષા માટે, તમારે NTA ની સત્તાવાર વેબસાઇટ પરથી નવીનતમ અભ્યાસક્રમ ડાઉનલોડ કરવો જોઈએ. જેથી પરીક્ષા દરમિયાન તમામ વિષયો વાંચેલા હોવા જોઈએ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

2. યોગ્ય અભ્યાસ આયોજન(Proper Study Planning)– વિદ્યાર્થીઓ માટે JEE Main ની પરીક્ષા (JEE Main Exam 2021) માં શ્રેષ્ઠ ક્રમાંક મેળવવા માટેસૌથી વધારે જરૂરી એ છે કે તેઓ યોગ્ય આયોજન સાથે તૈયારી શરૂ કરો. તમને જણાવીએ કે આ વર્ષે જેઇઇ મેઇન્સની પરીક્ષા વર્ષમાં 4 વખત લેવામાં આવશે. કોઈપણ સત્રમાં, પરીક્ષાની તૈયારી માટે યોગ્ય યોજના તૈયાર કરવી પડશે. ધ્યાનમાં રાખો કે પરીક્ષા દરમિયાન, તમે ટૂંકા સમયમાં શક્ય તેટલા નયુમેરીકલ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો.

3. જૂના પેપર સાથે પ્રેક્ટિસ કરો– આ પરીક્ષામાં વધુ સારા ક્રમાંક માટે વધુને વધુ પ્રેક્ટિસ કરો. આ માટે જુના પેપર ઉકેલો. ઉમેદવારોએ છેલ્લા કેટલાક વર્ષોના પ્રશ્નપત્રો એકત્રિત કરવાના રહેશે અને તેમણે દરરોજ હલ કરવા પડશે. આ તમને પરીક્ષાની સાચી પેટર્ન અને પ્રશ્નોના લેવલનો અંદાજો આપી શકશે.

4. નોટ્સ ચોક્કસપણે બનાવો– જ્યારે તમે જેઇઇ મેઇન્સ જેવી મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ, તો તમારે દરરોજ વાંચેલી વસ્તુઓની નોટ્સ બનાવતા રહેવું જોઈએ. આનાથી તમને પરીક્ષા પહેલાં તમને બધા વિષયોની નોટ્સ એક જ જગ્યાએથી મળી જશે જેથી તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે જાતે તૈયાર કરેલી નોટ્સથી તમે તમારી તૈયારીમાં સુધારો કરી શકશો.

5. Selection of study material – જેઇઇ મેઇન્સની પરીક્ષામાં વધુ સારા પરિણામ મેળવવા માટે, વિદ્યાર્થીઓએ યોગ્ય અભ્યાસ સામગ્રી પસંદ કરવી પડશે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઘણા પ્રકારનાં પુસ્તકો અને નોટ્સ વાંચવામાં પૂરો સમય વિતાવે છે.

આ stepsને અનુસરીને, તમે JEE મેન્સની પરીક્ષામાં વધુ સારી રીતે સ્કોર કરી શકો છો. જો તમે જૂના વર્ષોના કતઓફ્ પર નજર નાખો તો તમે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે સમજી શકશો. આ માટે, National Testing Agency (NTA) ની વેબસાઇટની મુલાકાત લો.

Next Article