JEE Main 2021 Result: દિલ્લીની કાવ્યાએ JEE પરીક્ષામાં 100% પર્સેન્ટાઇલ મેળવ્યા, બની પહેલી વિધાર્થીની

|

Mar 25, 2021 | 10:22 AM

JEE Main 2021 Result : દિલ્લીની કાવ્યા ચોપરાએ ન માત્ર 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે પરંતું જોઇન્ટ એન્ટ્ર્સ એક્ઝામીનેશન (JEE) મેઇન 2021 પરીક્ષામાં અત્યાર સુધી 300માંથી 300 ગુણ મેળવનારી પહેલી વિધાર્થીની છે. કાવ્યાએ પોતાના ગુણ ફેબ્રુઆરી મહિનામાં સુધાર્યા હતા. અત્યારે તે IIT entrance exam-JEE Advanced 2021. ની પરીક્ષાની તૈયારી કરી રહી છે.

JEE Main 2021 Result: દિલ્લીની કાવ્યાએ JEE પરીક્ષામાં 100% પર્સેન્ટાઇલ મેળવ્યા, બની પહેલી વિધાર્થીની
kavya

Follow us on

JEE Main 2021 Result : દિલ્લીની કાવ્યા ચોપરાએ ન માત્ર 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે પરંતું જોઇન્ટ એન્ટ્ર્સ એક્ઝામીનેશન (JEE) મેઇન 2021 પરીક્ષામાં અત્યાર સુધી 300માંથી 300 ગુણ મેળવનારી પહેલી વિધાર્થીની છે. કાવ્યાએ પોતાના ગુણ ફેબ્રુઆરી મહિનામાં સુધાર્યા હતા. અત્યારે તે IIT entrance exam-JEE Advanced 2021. ની પરીક્ષાની તૈયારી કરી રહી છે.

જો કે 99.99 પર્સેન્ટાઇલ સાથે પણ તે JEE Advanced પરીક્ષા માટે લાયક હતી. જો કે કાવ્યા કહે છે કે તે આ માર્કસથી સંતુષ્ટ નહોતી અને તે અને તે જાણતી હતી કે તે વધારે સારુ કરી શકે તેમ છે. આપને જણાવી દઇએ કે કાવ્યા ચોપરાની ઇચ્છા આઈઆઈટી મુંબઇ અથવા આઈઆઈટી દિલ્લીથી કોમ્પ્યુટર સાયન્સ ભણવાની છે. ચોપરાને કમ્પ્યુટર સાયન્સની એપ્લિકેશન  અને ગણિત પસંદ છે. કાવ્યાને ફાયાનાન્સિઅલ સ્થિર કરીયર જોઇએ છે.

કાવ્યાનું કહેવું છે કે તેના માતા પિતાએ તેને અને તેના ભાઇને હંમેશા સમાન રીતે ઉછેર્યા છે . મારી સાથે ક્યારે ભેદભાવ કરવામાં નથી આવ્યો પણ મને ખ્યાલ છે ભારતમાં દરેક છોકરી એટલી ભાગ્યશાળી હોય તે જરુરી નથી.  મને ખ્યાલ છે કે છોકરીઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કાવ્યાના પિતા દિલ્લીમાં એન્જીનિયર છે અને તેના પિતા તેના માટે પ્રેરણા છે. કાવ્યાનુ કહેવું છે કે તે દિવસના સાતથી-આઠ કલાક JEE Mains માટે તૈયારી કરી રહી હતી. માર્ચ મહિનામાં કાવ્યાએ જે પરીક્ષા આપી હતી તેમાં તેણે સૌથી વધારે કેમેસ્ટ્રી સેક્શન પર તેણે ભાર આપ્યો હતો.   કાવ્યાનું કહેવુ છે કે 15 દિવસ પહેલાના ફેબ્રુઆરીના રિઝલ્ટ દરમિયાન તેણે કેમેસ્ટ્રીમાં થોડા ઓછા માર્ક્સ મેળવ્યા હતા.

કાવ્યાએ NCERT અને પાછલા વર્ષના પેપરની પ્રેક્ટિસ કરી હતી. કાવ્યાનું કહેવું છે કે તેને લોકડાઉન દરમિયાન તણાવ લાગતો હતો પરંતુ તે સમર્પણ સાથે આગળ વધી કારણ કે તેને જેઇઇની પરીક્ષા પાસ કરવાની જ હતી. કાવ્યા હંમેશા એક હોશિયાર વિધાર્થીની રહી છે.

ઉલ્લેખનીય છે કે  6લાખથી પણ વધારે વિધાર્થીઓ કે જેમણે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી 13 વિધાર્થીઓને 100 પર્સેન્ટાઇલ આવ્યો છે. ફેબ્રુઆરીમાં મહિનામાં નવ વિધાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યો છે. ઓલ ઇન્ડિયા રેન્કનું લિસ્ટ મે મહિનામાં NTA દ્વારા જાહેર થશે.

Published On - 10:22 am, Thu, 25 March 21

Next Article