JEE Main 2021: પરીક્ષાના દિવસે આ બાબતોને ધ્યાનમાં રાખો, નહીં તો તમે પરીક્ષા આપી શકશો નહીં

|

Feb 13, 2021 | 6:39 PM

JEE Main Exam 2021: JEE મુખ્ય પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે.

JEE Main 2021: પરીક્ષાના દિવસે આ બાબતોને ધ્યાનમાં રાખો, નહીં તો તમે પરીક્ષા આપી શકશો નહીં

Follow us on

JEE Main 2021 Exam: JEE મુખ્ય પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે એડ્મિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી પોતાનું પ્રવેશ કાર્ડ (JEE Main Admit Card 2021) ડાઉનલોડ કર્યું નથી તે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા દરમિયાન, ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલો કરે છે, જેના કારણે તેમની બધી મહેનત પર પાણી ફરી જાય છે. આવી સ્થિતિમાં, અમે વિદ્યાર્થીઓ માટે કેટલીક વાતો લાવ્યા છીએ, જેને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

JEE Main 2021 ની પરીક્ષા પર આ બાબતો ધ્યાનમાં રાખો

1. સૌ પ્રથમ, પરીક્ષાના દિવસે સમયસર પહોંચો. વહેલી તકે ઘરની બહાર નીકળો જેથી તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ તો પણ તમને પરીક્ષા માટે મોડું ન થાય. ધ્યાનમાં રાખો કે પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચ્યા તો, તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં, તેથી જ તમે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચશો.

2. તમારું પ્રવેશ કાર્ડ (Admit Card)લેવાનું ભૂલશો નહીં. કોઈપણ પરીક્ષા માટે એડમિટ કાર્ડ ફરજિયાત હોય છે, અને જો તમને એડમિટ કાર્ડ વગર પહોંચ્યા તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એડમિટ કાર્ડ સાથે એક ફોટો આઈડી પણ જરૂરથી લઈ જાવ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

3. પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડ માં મોબાઈલ, ઘડિયાળ, ઈલેક્ટ્રોનિક ડિવાઇસ, નોટ પેઇડ, નોટ બુક અને અન્ય કોઈ પણ ચોપડી લઈને ન જાવ.

4. પરીક્ષા કેન્દ્ર અને પિકશ ખંડમાં સોશિયલ ડિસ્ટનસ જાળવી રાખો.

5. મહામારીની વચ્ચે, વિદ્યાર્થીઓ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ફેસ માસ્ક, ગ્લોઉસ અને સાથે બીજી અન્ય વસ્તુઓ પણ સામિલ છે.

6. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને લઈ જવાનું રહેશે.

અમે જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં યોજાનારી જેઇઇ મેઈન પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9.00 થી બપોરના 12.00 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. આ વખતે 15 વૈકલ્પિક પ્રશ્નોમાં નેગેટિવ માર્કિંગ થશે નહીં. આ વર્ષે, પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ વખતે પરીક્ષા અંગ્રેજી, હિન્દી, ઉડિયા, મરાઠી, ગુજરાતી, ઉર્દુ, તમિલ, તેલુગુ, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, પંજાબી ભાષામાં લેવામાં આવશે.

Next Article