IPP Bank Bharti 2022 : સરકારી નોકરી માટે અઢળક તક, જાણો ક્યાં કરવી અરજી અને કેટલો મળશે પગાર

|

May 09, 2022 | 8:03 AM

આજે 9 મે IPP બેંકમાં ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી IPP બેંકની વેબસાઈટ ippbonline.com પર જઈને કરવાની રહેશે.

IPP Bank Bharti 2022 : સરકારી નોકરી માટે અઢળક તક, જાણો ક્યાં કરવી અરજી અને કેટલો મળશે પગાર
IPP Bank Bharti 2022

Follow us on

IPP Bank Bharti 2022 : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (IPPB) એ મેનેજર કેટેગરીની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આજે 9 મે IPP બેંકમાં ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી IPP બેંકની વેબસાઈટ ippbonline.com પર જઈને કરવાની રહેશે. નોટિફિકેશન અનુસાર IPP બેંકમાં મેનેજર કેટેગરીની પોસ્ટ માટે કુલ 12 જગ્યાઓ ખાલી છે.આ ભરતીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર, એજીએમ, ચીફ મેનેજર (ડિજિટલ ટેક્નોલોજી), સિનિયર મેનેજર (સિસ્ટમ/ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન), મેનેજર (સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન), એજીએમ- બિઝનેસ સોલ્યુશન્સ ગ્રુપ, ચીફ મેનેજર-રિટેલ પ્રોડક્ટ્સ, ચીફ મેનેજર રિટેલ પેમેન્ટ્સ, જીએમ-ઓપરેશન્સ, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને ચીફ મેનેજરફાઇનાન્સની જગ્યાઓનો સમાવેશ થાય છે.

IPP Bank Bharti 2022 ની મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 મે 2022

અરજી ફી

SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી 150 રૂપિયા છે. જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 750 છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

યોગ્યતા અને  પગારની માહતી સાથે વિગતવાર નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો

 

ઇન્ડિયા પોસ્ટે(India Post) 10 પાસ ઉમેદવારો માટે નોકરીઓ જાહેર કરી

India Post GDS Recruitment 2022 :જો તમે 10મું પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. ઇન્ડિયા પોસ્ટે(India Post) 10 પાસ ઉમેદવારો માટે નોકરીઓ જાહેર કરી છે. આ ભરતીઓ સમગ્ર દેશમાં ગ્રામીણ પોસ્ટ ઓફિસો (Gramin Dak Sevak) માં પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન વાંચી શકો છો. 38,926 ગ્રામીણ ડાક સેવકો (GDS) ને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં BPM/ABPM/ડાક સેવક તરીકે આ નોકરીઓ આપવામાં આવશે. પોસ્ટ વિભાગે આ જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 2 મે 2022થી શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5મી જૂન 2022 છે.

અરજી ક્યાં કરવી?

ઈન્ડિયા પોસ્ટમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવકની 38,926 ખાલી જગ્યાઓ માટે પોસ્ટની અધિકૃત વેબસાઇટ https://indiapostgdsonline.gov.in પર જઈને અરજી કરી શકાય છે.  38,926 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 12,000નો પગાર આપવામાં આવશે. અન્ય પોસ્ટ માટે, ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયા સુધીનો પગાર મળશે.

 

વધુ વિગત માટે અહીં ક્લિક કરો 

 

Published On - 8:03 am, Mon, 9 May 22

Next Article