ઈન્ફોસિસના કર્મચારીઓ એક સાથે બે નોકરી કરી શકશે ! મૂનલાઇટિંગ વચ્ચે કંપનીનો Gig Jobsનો નિર્ણય

|

Oct 21, 2022 | 12:37 PM

ઇન્ફોસિસના કર્મચારીઓને એક સાથે બે નોકરીઓ મળશે. મૂનલાઇટિંગની વચ્ચે, ઇન્ફોસિસે તેના કર્મચારીઓ માટે Gig Jobsનો માર્ગ ખોલ્યો છે.

ઈન્ફોસિસના કર્મચારીઓ એક સાથે બે નોકરી કરી શકશે ! મૂનલાઇટિંગ વચ્ચે કંપનીનો Gig Jobsનો નિર્ણય
ઇન્ફોસિસ કર્મચારી બીજી નોકરી પણ કરી શકશે (ફાઇલ ફોટો)
Image Credit source: PTI

Follow us on

મૂનલાઇટિંગના (Moonlighting)હોબાળા વચ્ચે, ઇન્ફોસિસે (Infosys)તેના કર્મચારીઓને (Employee) કંપનીમાં કામ કરતી વખતે અન્ય નોકરીઓ ચાલું રાખવાની (લેવાની) પણ મંજૂરી આપી છે. જો કે, આ માટે સ્ટાફે તેમના મેનેજરની પરવાનગી લેવી પડશે. પરંતુ આ છૂટ સાથે ઈન્ફોસિસે બે શરતો પણ મૂકી છે. કંપનીએ કહ્યું છે કે તેના કર્મચારીઓ માત્ર ગીગ જોબ (Gig Jobs)કરી શકે છે. આ પહેલી શરત છે. બીજી શરત એ છે કે કર્મચારીઓ જે પણ કામ કરશે, તે કોઈપણ રીતે ઈન્ફોસિસ અથવા તેના ગ્રાહકો સાથે સંબંધિત ન હોવું જોઈએ. બંને વચ્ચે હિતોનો કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ.

ઇન્ફોસિસે તેના કર્મચારીઓ સાથે આંતરિક વાતચીતમાં ગીગ જોબ્સ વિશે વાત કરી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે લોકો Gig Jobs કેવી રીતે મેળવી શકે છે.

ઇન્ફોસિસને કેવી રીતે ફાયદો થશે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિશ્લેષકો કહે છે કે આ પગલાથી કંપનીને ફાયદો થઈ શકે છે. ગીગ જોબ્સ કર્મચારીઓને કમાણીનાં અન્ય માધ્યમો પ્રદાન કરશે. આ સાથે તે ઈન્ફોસિસમાં કામ કરીને પોતાના ટેકનિકલ કામના પેશનને પણ પૂરો કરી શકશે. તેનાથી ઈન્ફોસિસને અનેક પડકારોનો સામનો કરવામાં મદદ મળશે.

જો કે, કંપનીએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે આ ગીગ જોબ્સને મૂનલાઇટિંગની શ્રેણીમાં રાખશે કે નહીં. વિશ્વભરમાં જ્યારે મૂનલાઇટિંગ (એકસાથે બે જગ્યાએ કામ કરવું)નો મામલો ગરમાયો છે ત્યારે કંપનીએ આ પગલું ભર્યું છે. હાલમાં જ ઘણી મોટી આઈટી કંપનીઓએ પણ આ મામલે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આમાંથી એક ઇન્ફોસિસ પોતે હતી. ઇન્ફોસિસે બીજા ક્વાર્ટરમાં પણ કહ્યું હતું કે તે મૂનલાઇટિંગની વિરુદ્ધ છે અને તેના કારણે કંપનીએ છેલ્લા એક વર્ષમાં ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

ગિગ જોબ શું છે?

આવી નોકરીઓ જે લાંબા સમય માટે ન હોય તેને ગીગ જોબ કહેવામાં આવે છે. જેમ કે રાઈડ શેરિંગ સર્વિસ, કોઈના ઘરની ઈન્ટિરિયર ડિઝાઈનિંગ, કોચિંગ, ફિટનેસ ટ્રેઈનિંગ, ઘણું બધું. પરંપરાગત રીતે આ શબ્દનો ઉપયોગ એવા સંગીતકારો માટે થતો હતો જેઓ ક્યાંક પરફોર્મન્સ આપતા હતા. કારણ કે તે થોડા કલાકોનું કામ હતું.

Published On - 12:36 pm, Fri, 21 October 22

Next Article