Indian Navy Recruitment 2021: ટ્રેડ્સમેન મેટ માટે અરજી, 1,159 પોસ્ટ પર Vacancy

|

Feb 23, 2021 | 1:12 PM

ભારતીય નૌકાદળ (Indian Navy)માં એક ખૂબ જ સુવર્ણ તક આવી છે. ભારતીય નૌકાદળ (Indian Navy Recruitment 2021)માં ટ્રેડ્સમેન મેટ (Tradesman Mate)ની 1,159 જગ્યાઓની ભરતી માટે ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે.

Indian Navy Recruitment 2021: ટ્રેડ્સમેન મેટ માટે અરજી, 1,159 પોસ્ટ પર Vacancy

Follow us on

ભારતીય નૌકાદળ (Indian Navy)માં એક ખૂબ જ સુવર્ણ તક આવી છે. ભારતીય નૌકાદળ (Indian Navy Recruitment 2021)માં ટ્રેડ્સમેન મેટ (Tradesman Mate)ની 1,159 જગ્યાઓની ભરતી માટે ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ ખાલી જગ્યા હેઠળ, Eastern Naval Command, Western Naval Command and Southern Naval Commandમાં નોકરીઓ આપવામાં આવશે. નેવીમાં નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. આ માટેની અરજી પ્રક્રિયા 07 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે. એટલે કે, આ માટેની અરજી પ્રક્રિયા ફક્ત 16 દિવસ માટે ચાલુ રહેશે. આ ખાલી જગ્યા (Indian Navy Recruitment 2021) અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ભરતી કરવામાં આવશે.

કોણ કરી શકશે અરજી

ભારતીય નૌકાદળ દ્વારા જાહેર કરાયેલ ટ્રેડ્સમેન (Tradesman Mate) પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ધોરણ 10 પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ સિવાય માન્ય સંસ્થામાંથી આઈઆઈટીનું પ્રમાણપત્ર હોવું પણ મહત્વપૂર્ણ છે. તે માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામત હેઠળ આવતા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા હળવા કરવામાં આવશે.

Vacancyની વિગતો

આ ખાલી જગ્યા હેઠળ કુલ 1,159 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. Eastern Naval Commandની 710 જગ્યાઓ પર ભરતી થશે. આ ઉપરાંત Western Naval Commandમાં 324 અને Southern Naval Commandમાં 125 પોસ્ટ્સ માટે ભરતી કરવામાં આવશે. ખાલી જગ્યાઓની વિગતો સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

કેવી રીતે અરજી કરવી

આમાં અરજી કરવા માટે તમે ભારતીય નૌકાદળની ભરતી વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે, તમારે પહેલા ઓફિસિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જવું પડશે. તમારે અહીં ભરતી વિભાગ (Recruitment Section)માં જવું પડશે. આમાં, New Registration પર ક્લિક કરીને નોંધણી કરો. Registration Number અને પાસવર્ડની મદદથી એપ્લિકેશન ફોર્મ ભરી શકાય છે. આ પોસ્ટ્સ પર અરજી કરતા સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹ 250, ઓબીસી ઉમેદવારો એટલે કે ₹ 250 ચૂકવવા પડશે. ઈડબ્લ્યુએસ, એસસી / એસટી અને મહિલા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

Next Article