Army Jobs 2022 : ધોરણ 10 અને 12 પાસ યુવાનોને દેશ સેવા માટે મળી રહી છે તક, આ રીતે કરજો અરજી

|

Feb 04, 2022 | 12:12 PM

ભારતીય આર્મી નોર્ધન કમાન્ડમાં 10 અને 12 પાસ માટે નોકરીની તકો છે. આ ભરતી માટે અરજી ઓફલાઈન કરવાની રહેશે.

Army Jobs 2022 : ધોરણ 10 અને 12 પાસ યુવાનોને દેશ સેવા માટે મળી રહી છે તક, આ રીતે કરજો અરજી
Army Jobs 2022

Follow us on

Army Jobs 2022 : ભારતીય આર્મી નોર્ધન કમાન્ડમાં 10 અને 12 પાસ માટે નોકરીની તકો છે. આર્મી નોર્ધન કમાન્ડના 71 સબ એરિયાના આર્મી સપ્લાય કોર યુનિટમાં મેસેન્જર, ક્લીનર, કૂક અને લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે કુલ 11 જગ્યાઓ છે. આ ગ્રુપ સી પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત જારી થયાની તારીખથી 21 દિવસ છે. આ સેના ભરતી માટેની જાહેરાત 22 જાન્યુઆરીના રોજગાર અખબારમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી ઓફલાઈન કરવાની રહેશે.

Army Jobs 2022 નું નોટિફિકેશન  વાંચવા અહીં ક્લિક કરો.

ભરતીની વિગતો

  • મેસેન્જર – 5 પોસ્ટ્સ
  • ક્લીનર – 2 પોસ્ટ્સ
  • રસોઈયા-1 પોસ્ટ
  • લોઅર ડિવિઝન ક્લાર્ક – 3 પોસ્ટ્સ

વય મર્યાદા

મેસેન્જર, સ્કેવેન્જર અને કૂક – બિન અનામત વર્ગ માટે 18 થી 25 વર્ષ જ્યારે OBC માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ અને SSC, ST માટે 30 વર્ષ છે.
કારકુન – બિન અનામત વર્ગ માટે 18 થી 27 વર્ષ, OBC માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ અને SC, ST માટે તે 32 વર્ષ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કોને કેટલો પગાર મળશે?

  • મેસેન્જર – લેવલ 1 ₹ 18000 – 56900/-
  • ક્લીનર-લેવલ 1 ₹ 18000 – 56900/-
  • કૂક-લેવલ 2 ₹ 19900 – 63200/-
  • કારકુન-સ્તર 2 ₹ 19900 – 63200/-

શૈક્ષણિક લાયકાત

  • મેસેન્જર અને ક્લીનર – 10મું પાસ હોવું આવશ્યક છે.
  • કૂક – 12 પાસ સાથે 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. કુકીંગ ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • કારકુન- 12મું પાસ સાથે કમ્પ્યુટર પર અંગ્રેજીમાં ઓછામાં ઓછા 35 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટના દરે ટાઈપ કરવાની ઝડપ જરૂરી

પસંદગી પ્રક્રિયા

  • લેખિત કસોટી
  • શારીરિક કસોટી
  • દસ્તાવેજ ચકાસણી

કેવી રીતે અરજી કરવી

આ આર્મી ભરતી માટે અરજી ઓફલાઈન કરવાની રહેશે. ઉમેદવારોએ સામાન્ય પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજીપત્ર મોકલવાનું રહેશે. અરજીપત્ર મોકલવા માટેનું સરનામું છે – ‘ધ પ્રિસાઇડિંગ ઓફિસર,
5071 આર્મી સર્વિસ કોર્પ્સ બટાલિયન (મિકેનિકલ ટ્રાન્સપોર્ટ), PIN- 905071, C/o 56 આર્મી પોસ્ટલ ઓફિસ (APO).

 

આ પણ વાંચો :  Naukari News: ઓટોમેશન સેક્ટરમાં તમારે નોકરીની જરૂર છે ? તો અહીં ક્લીક કરો, જાણો પગારધોરણ અને લાયકાત

 

આ પણ વાંચો : Naukari News : એકાઉન્ટન્ટ ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચો, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર ?

 

Published On - 12:11 pm, Fri, 4 February 22

Next Article