IIT Bombay: ડિસેમ્બરથી બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે

|

Nov 14, 2021 | 4:51 PM

IIT Bombay: IIT બોમ્બેએ લાંબા સમય બાદ કેમ્પસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. સ્નાતકના બીજા વર્ષ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ફિઝીકલ વર્ગો શરૂ કરવામાં આવશે.

IIT Bombay: ડિસેમ્બરથી બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે
IIT Bombay

Follow us on

IIT Bombay: IIT બોમ્બેએ લાંબા સમય બાદ કેમ્પસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. સ્નાતકના બીજા વર્ષ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ફિઝીકલ વર્ગો શરૂ કરવામાં આવશે. અભ્યાસના ત્રણ સેમેસ્ટર ઓફલાઈન થયા પછી, વિદ્યાર્થીઓ આગળના વર્ગો ઓફલાઈન લેવા માટે કેમ્પસમાં આવી શકે છે.

કેમ્પસ ડિસેમ્બરથી ખુલે તેવી શક્યતા છે. જે વિદ્યાર્થીઓએ 2020 માં એડમિશન લીધું છે, તેઓએ પ્રથમ વખત કેમ્પસમાં જવું પડશે. કોરોનાને કારણે, એક વર્ષ માટે ઓનલાઈન ક્લાસ લેવાવાથી, નવા વિદ્યાર્થીઓ કેમ્પસમાં જવા માંગે છે પરંતુ કોરોનાને કારણે તેઓ કોલેજમાં જઈ શક્યા ન હતા પરંતુ સંસ્થાએ કેમ્પસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.

આઈઆઈટી-બોમ્બેના ડાયરેક્ટર એસ સુદર્શને કહ્યું કે, અમે બીજા અને ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને બોલાવવાનું નક્કી કર્યું છે. આ સાથે, તેમણે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા વિશે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે, તેઓ કેમ્પસમાં વર્ગો માટે ખૂબ જ ઉત્સુક છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓને બે મહિના પહેલા જ કેમ્પસમાં આવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ કેટલાક આવી ગયા છે અને કેટલાક 3 જાન્યુઆરીથી ક્લાસ શરૂ થાય તે પહેલા ડિસેમ્બર સુધીમાં આવી જશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પીએચડી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવ્યા છે. તાજેતરમાં મળેલી બેઠકમાં કેમ્પસને સંપૂર્ણ રીતે ખોલવાનો નિર્ણય લેવાયો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

કોરોના કેસમાં ઘટાડો થયા બાદ હવે કેમ્પસને સંપૂર્ણ રીતે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં, સંસ્થાએ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને તમામ કોરોના રસી લેવા સૂચના આપી હતી. કેમ્પસમાં કોવિડ-19ના પાંચ નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આદેશને પગલે સંસ્થા તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓના રસીકરણ પ્રમાણપત્રો પણ એકત્રિત કરશે. જે લોકોએ હજુ સુધી રસી નથી લગાવી, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેમને પણ રસી આપવામાં આવશે.

IIT બોમ્બેની ટીમે એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT Bombay) ની એક ટીમે ટેસ્લાના સ્થાપક એલન મસ્કના XPRIZE ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્બન રિમૂવલ સ્પર્ધામાં ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ટીમે વાતાવરણમાંથી કાર્બન દૂર કરી શકે તેવી ટેકનોલોજી વિકસાવવા માટે એક મિલિયન ડોલરનું ઈનામ જીત્યું છે. IIT બોમ્બેના ચાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ COP-26 ખાતે સસ્ટેનેબલ ઇનોવેશન ફોરમમાં આધુનિક ટેકનોલોજી માટે $250,000 (અંદાજે ₹1.85 કરોડ)નું ઇનામ જીત્યું છે.

 

આ પણ વાંચો: ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: Oil India Vacancy 2021: જો તમે એન્જિનિયરિંગ કર્યું છે તો ઓઈલ ઈન્ડિયામાં મેળવો નોકરી, 1.45 લાખ સુધીનો મળશે પગાર

Next Article