IGNOU Registration Extended: ફરી એકવાર જાન્યુઆરી સત્ર માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ

|

Jan 01, 2022 | 12:52 PM

IGNOU Registration Extended: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ ફરી એકવાર જાન્યુઆરી 2022 સત્ર માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવી છે.

IGNOU Registration Extended: ફરી એકવાર જાન્યુઆરી સત્ર માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ
IGNOU Registration Extended

Follow us on

IGNOU Registration Extended: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ ફરી એકવાર જાન્યુઆરી 2022 સત્ર માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવી છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ IGNOUની અધિકૃત વેબસાઇટ ignou.ac.in પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે. તમે જાન્યુઆરી સત્ર માટે રજીસ્ટ્રેશન ફોર્મ 2022 ભરી અને સબમિટ કરી શકો છો. અગાઉ જાન્યુઆરી સત્ર માટે IGNOU રી-રજીસ્ટ્રેશન 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. IGNOUએ ઘણી વખત તારીખો લંબાવી છે.

કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન

  1. અધિકૃત IGNOU વેબસાઇટ- ignou.ac.inની મુલાકાત લો.
  2. ‘રી-રજીસ્ટ્રેશન’ ટેબ પર ક્લિક કરો.
  3. સૂચનાઓ વાંચો, ઘોષણાને ચિહ્નિત કરો અને “રી-રજીસ્ટ્રેશન” બટન દબાવો.
  4. હવે, એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ દાખલ કરો અને ‘લોગિન’ ટેબ પર ક્લિક કરો.
  5. IGNOU રી-રજીસ્ટ્રેશન ફોર્મ ફોર્મ ભરવાનું શરૂ કરો.
  6. ઉમેદવારો પ્રવેશના પછીના તબક્કે તેમણે પસંદ કરેલા અભ્યાસક્રમોને બદલી શકતા નથી.
  7. ચકાસણી માટે જરૂરી વિગતો આપો અને ‘નેક્સ્ટ’ બટન દબાવો.
  8. નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા IGNOU રી-રજીસ્ટ્રેશન 2022 ફી ચૂકવો.

નોંધણીની પ્રક્રિયા નવેમ્બરથી થઈ હતી શરૂ

IGNOUએ જાન્યુઆરી 2022 સત્ર માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 2જી નવેમ્બરે શરૂ કરી હતી. ફક્ત તે ઉમેદવારો જ IGNOU નોંધણી 2022 માટે અરજી કરી શકે છે, જેઓ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા કોઈપણ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમોમાં નોંધાયેલા છે. યુનિવર્સિટીએ જાન્યુઆરી 2022 સત્ર માટે નવેસરથી પ્રવેશ શરૂ કર્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉમેદવારો યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો માટે IGNOU ની સત્તાવાર વેબસાઇટ – ignouadmission.samarth.edu.in પર અરજી કરી શકે છે. તાજેતરમાં, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને અગરતલા અને જોધપુરમાં IGNOU પ્રાદેશિક કેન્દ્રની ઇમારતોનો ઓનલાઈન મોડમાં શિલાન્યાસ કર્યો હતો. વધુ વિગતો માટે ઉમેદવારની સૂચનાનો સંદર્ભ લો.

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Next Article