AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS RRB PO Mains Result 2021: RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

RRB PO ભરતી મેઈન્સ પરીક્ષાનું પરિણામ ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

IBPS RRB PO Mains Result 2021: RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
IBPS RRB PO Mains Result
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 7:23 PM
Share

IBPS RRB PO Mains Result 2021: RRB PO ભરતી મેઈન્સ પરીક્ષાનું પરિણામ ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો RRB ઓફિસર સ્કેલ I મેઈન્સ પરીક્ષા (Officer Scale I Phase II) માં જોડાયા હતા તેઓ સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈને પરિણામ (IBPS RRB PO Mains Result 2021) ચકાસી શકે છે.

RRB ઓફિસર સ્કેલ 1 [Officers(Scale-I)] એટલે કે PO ની પોસ્ટ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 8 જૂન 2021 થી શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 28 જૂન 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ભરતી માટે પ્રિલિમ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાઈ હતી. તેના પરિણામો 24 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ મેઈન્સ પરીક્ષામાં હાજર રહેવું પડ્યું હતું. 09 સપ્ટેમ્બરે મેઈન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું હતું. હવે તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, પરિણામની લિંક હજુ સુધી સક્રિય થઈ નથી.

આ રીતે પરિણામ તપાસો

  1. પરિણામ તપાસવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર આપેલા IBPS RRB પરિણામના વિકલ્પ પર જાઓ.
  3. હવે RRBs (CRP-RRBs-X) for Recruitment of Group “A” – Officers(Scale-I) પર જાઓ.
  4. આમાં રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી પરિણામ તપાસો.
  5. પરિણામ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

ખાલી જગ્યાની વિગતો

RRB (Rural Regional Bank) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ કુલ 3876 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1666 સીટ, EWS કેટેગરી માટે 387 સીટ, ઓબીસી ઉમેદવારો માટે 1100 સીટ, એસસી કેટેગરી માટે 420 અને એસટી કેટેગરી માટે 303 સીટો રહેશે.

સીએસ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ થયું જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ CA (Institute of Company Secretaries of India) જૂન ફાઉન્ડેશન કોર્સનું પરિણામ (ICSI CS June Result 2021) જાહેર કર્યું છે. ફાઉન્ડેશન કોર્સનું પરિણામ સત્તાવાર વેબસાઇટ icsi.edu પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ પોતાનું પરિણામ ચકાસવા માટે પોતાનો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર સબમીટ કરાવવાનો રહેશે. ઉમેદવારો આ વેબસાઈટની મુલાકાત લઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. અગાઉ, ICSI એ સવારે 11 વાગ્યે CS વ્યવસાયિક પરીક્ષાનું પરિણામ અને બપોરે 2 વાગ્યે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામનું પરિણામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: IGNOU Exam 2021 Result: ઇગ્નૂએ જૂન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જાણો કેવી રીતે થશે ચેક

આ પણ વાંચા: Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">