IBPS RRB Officer Interview Admit Card: RRB ઓફિસરના ઇન્ટરવ્યુ માટે એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ

|

Oct 26, 2021 | 5:00 PM

IBPS RRB ઓફિસર સ્કેલ I, II અને III ઇન્ટરવ્યુ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. IBPSએ ઇન્ટરવ્યુ માટેના કોલ લેટર્સ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાહેર કર્યા છે.

IBPS RRB Officer Interview Admit Card: RRB ઓફિસરના ઇન્ટરવ્યુ માટે એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ
IBPS RRB Officer Interview Admit Card

Follow us on

IBPS RRB Officer Interview Admit Card Released: IBPS RRB ઓફિસર સ્કેલ I, II અને III ઇન્ટરવ્યુ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. IBPSએ ઇન્ટરવ્યુ માટેના કોલ લેટર્સ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાહેર કર્યા છે. ઈન્ટરવ્યુમાં હાજરી આપવા જઈ રહેલા ઉમેદવારો નોંધણી નંબર અથવા રોલ નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખનો ઉપયોગ કરીને તેમનું એડમિટ કાર્ડ (IBPS RRB Officer Interview Admit Card) ડાઉનલોડ કરી શકે છે. પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષા 25 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ લેવામાં આવી હતી. સત્તાવાર સૂચના મુજબ, ઇન્ટરવ્યુ 8 નવેમ્બર, 2021થી સંભવિત રીતે લેવામાં આવી શકે છે.

IBPS RRB Officer Interview Admit Card આ સીધી લિંકથી કરો ડાઉનલોડ

ઉમેદવારો નીચે આપેલ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

IBPS RRB Admit Card Direct Link

IBPS RRB Officer Interview Admit Card આ રીતે ડાઉનલોડ કરો

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
સ્ટેપ 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: તેને ડાઉનલોડ કરો.
સ્ટેપ 6: સાથે લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ લો.

ક્લાર્કની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ વધી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એ IBPS ક્લાર્ક ભરતી 2021 માં પોસ્ટ્સની સંખ્યામાં વધારો કર્યો છે. ખાલી જગ્યા હવે વધારીને 7858 કરવામાં આવી છે. અગાઉ આ ભરતી ઝુંબેશ દ્વારા ભરવામાં આવનાર ક્લાર્કની જગ્યાઓની સંખ્યા 7800 હતી. IBPSમાં 58 પોસ્ટનો વધારો થયો છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે. લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ.

શનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં ભરતી જાહેર

નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડે (NFL) નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સારી તક રજૂ કરી છે. NFLએ જુનિયર એન્જિનિયર, લોકો એટેન્ડન્ટ, એટેન્ડન્ટ અને માર્કેટિંગ પ્રતિનિધિ સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના મુજબ નોન એક્ઝિક્યુટિવની 183 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટેની અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2021થી શરુ કરવામાં આવી છે. જ્યારે અરજી કરવા માંગતા ઉમેદવારો 10 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી

આ પણ વાંચો: UPSC Recruitment 2021: UPSC દ્વારા ઘણી જગ્યાઓ પર જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

Published On - 4:58 pm, Tue, 26 October 21

Next Article