AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS Clerk Application 2021: ક્લાર્કના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, ડિસેમ્બરમાં યોજાશે પ્રિલિમ પરીક્ષા

IBPS Clerk Application 2021: ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન દ્વારા ક્લાર્કની પોસ્ટ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે.

IBPS Clerk Application 2021: ક્લાર્કના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, ડિસેમ્બરમાં યોજાશે પ્રિલિમ પરીક્ષા
IBPS Clerk Application 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 10:17 PM
Share

IBPS Clerk Application 2021: ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન દ્વારા ક્લાર્કની પોસ્ટ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો કે જેમણે આ ખાલી જગ્યા માટે હજુ સુધી અરજી કરી નથી તેઓ IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા (IBPS Clerk Recruitment 2021) દ્વારા કુલ 7855 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે.

IBPS દ્વારા ક્લાર્ક (IBPS Clerk Recruitment 2021) ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2021થી શરૂ થઈ છે. આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોને 27 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ જ અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ છે. આમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને ચોક્કસપણે તપાસો.

લાયકાત અને વય મર્યાદા

IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર અરજી કરનાર ઉમેદવારો પાસે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઉપર અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારોની ઉંમર 1 જુલાઈ 2021થી ગણવામાં આવશે. ખાલી જગ્યા સંબંધિત વધુ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો. આ જગ્યા માટે ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ- ibps.in ની મુલાકાત લો.

આ બેંકોમાં મળશે નોકરી

IBPS દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, 11 બેન્કો પરીક્ષામાં ભાગ લેશે. આ બેન્કો છે- બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">