IBPS Calendar 2022-23: IBPSએ પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો કઇ પરીક્ષા ક્યારે યોજાશે

|

Jan 16, 2022 | 5:48 PM

IBPS Calendar 2022-23: 2022-23ના સત્રમાં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

IBPS Calendar 2022-23: IBPSએ પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો કઇ પરીક્ષા ક્યારે યોજાશે
IBPS Calendar

Follow us on

IBPS Calendar 2022-23: 2022-23ના સત્રમાં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (Institute of Banking Personnel Selection) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડર IBPSની સત્તાવાર વેબસાઇટ પર આજે એટલે કે, 16 જાન્યુઆરી 2022ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. IBPS ક્લાર્ક અને POની પરીક્ષા વર્ષ 2022માં ક્યારે લેવામાં આવશે અને તેના માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. જે ઉમેદવારો બેંક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ IBPSની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે. આ વખતે IBPS પરીક્ષા કેલેન્ડરમાં પરીક્ષાઓની નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

IBPS (IBPS Exam Date Sheet 2022) દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડર હેઠળ, RRB, PO, Clerk, SO જેવી તમામ મુખ્ય પરીક્ષાઓ માટેની કામચલાઉ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જો કે, આ તારીખો પણ બદલી શકાય છે. આ માટે, ઉમેદવારો સમયાંતરે વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ નિયમોમાં ફેરફાર

આ વખતે IBPS પરીક્ષા કેલેન્ડરમાં પરીક્ષાઓની નોંધણી પ્રક્રિયા (IBPS Exams Details)માં ફેરફાર કરવામાં આવ્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વખતે પ્રિલિમિનરી અને મેઈન્સ બંને પરીક્ષા માટે માત્ર ‘સિંગલ રજિસ્ટ્રેશન’ કરવામાં આવશે. ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે, વિવિધ ખાલી જગ્યાઓ માટેની ભરતી વિગતો સમયસર જાહેર કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે અલગથી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ રીતે કેલેન્ડર ડાઉનલોડ કરી શકો છો

  1. કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે, સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
  2. વેબસાઈટના હોમ પેજ પર Tentative Calendar of Online CRP for RRBs & PSBs પર ક્લિક કરો.
  3. હવે Online Main Exam Calendar 2022-23 લિંક પર જાઓ.
  4. અહીં Tentative Calendar of Onlineની લિંક પર ક્લિક કરો.
  5. હવે ઉમેદવારો તેમનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરે છે.

પરીક્ષા તારીખો

ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ I પ્રારંભિક પરીક્ષા- 7, 13, 14, 20 અને 21 ઑગસ્ટ 2022 ઑફિસર્સ સ્કેલ II અને III સિંગલ પરીક્ષા- 24 સપ્ટેમ્બર 2022 ઑફિસર્સ સ્કેલ I મુખ્ય પરીક્ષા- 24 સપ્ટેમ્બર 2022 ઑફિસ આસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા- 01 ઑક્ટો 2022

પ્રોબેશનરી ઓફિસર (PO)

પ્રારંભિક પરીક્ષા – 15, 16 અને 22 ઓક્ટોબર 2022
મુખ્ય પરીક્ષા- 26 નવેમ્બર 2022
વિશેષજ્ઞ અધિકારી (SO) પ્રારંભિક પરીક્ષા- 24 અને 31 ડિસેમ્બર 2022
મુખ્ય પરીક્ષા- 29 જાન્યુઆરી 2023

પરીક્ષા કેલેન્ડરમાં પરીક્ષાની તારીખોની વિગતો ઉપરાંત, કેટલીક માર્ગદર્શિકાઓ પણ છે જે તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે ફોટોગ્રાફ, સહી, અંગૂઠાની છાપ વગેરે માટેની માર્ગદર્શિકા.

આ પણ વાંચો: LPG સિલિન્ડરના વજનમાં ઘટાડો કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો શું છે કારણ

આ પણ વાંચો: AGS Transact IPO : આવી રહી છે વર્ષ 2022 ની પહેલી કમાણીની તક, જાણો વિગતવાર

Next Article