IAS અધિકારીએ બેરોજગાર યુવકને કહી પોતાના જીવનની વાત- હું 10 વાર નાપાસ થયો, 7 વર્ષ પછી મળી હતી નોકરી

|

Nov 29, 2022 | 9:12 AM

IAS ઓફિશર અવનીશ શરણે એક યુવાનને મોટિવેશન કરતા પોતાની જીવનગાથા સંભળાવી છે. અને પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. તો જાણો તેને યુવકને મોટિવેશનમાં શું કહ્યું.

IAS અધિકારીએ બેરોજગાર યુવકને કહી પોતાના જીવનની વાત- હું 10 વાર નાપાસ થયો, 7 વર્ષ પછી મળી હતી નોકરી
IAS Avnish sharan

Follow us on

સફળતા મેળવવા માટે ઘણીવાર અસફળતાનો સ્વાદ ચાખવો પડે છે. અસફળતા જ આપણને બધી જ વસ્તુ શીખવાની તક આપે છે. તક મળે છે એટલે જ આપણે આગળ વધી શકીએ છીએ. આ વાતો ભલે બધા જાણે છે, પરંતુ ઘણી વખત વારંવાર નિષ્ફળ જવાથી ઘણા લોકો નિરાશ થઈ જાય છે. તાજેતરમાં જ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)નું રિઝલ્ટ જાહેર થયું છે. આ પરીક્ષામાં માત્ર એક જ ઉમેદવાર હાજર રહ્યો હતો, જે માત્ર ચાર ગુણને લીધે પાછળ રહી ગયો હતો. IAS અધિકારી અવનીશ શરણના ટ્વીટનો જવાબ આપતા આ ઉમેદવારે BPSC પરીક્ષામાં નાપાસ થવાનું દર્દ ટ્વીટમાં વ્યક્ત કર્યું છે.

ઘણી વાર IAS ઓફિશર અવનિશ શરણ પોતાના સંઘર્ષની વાતો લોકો સમક્ષ કહેતા હોય છે. અને મેટિવેશન આપતાં જોવા મળે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર ઘણા એકટિવ રહે છે. આ દિવસોમાં તે BPSC ઉમેદવારના ટ્વીટનો જવાબ આપીને ચર્ચામાં છે. હકિકતમાં મિસ્ટર ઠાકુર નામના યુઝરે જણાવ્યું કે, તે ખૂબ જ નિરાશ છે. કારણ કે તે પોતે 4 નંબરથી BPSC Exam પાસ નથી કરી શક્યો.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

યુઝરે જણાવ્યું કે, તે બેરોજગાર છે. તેને 5 વર્ષથી જોબ નથી મળી. આના પર IAS ઓફિસરે પોતાની વાત કહી અને યુવકને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. અવનીશે જણાવ્યું કે, તે પોતે 10 પ્રિલિમિનરી પરીક્ષામાં નાપાસ થયો હતો.

ટ્વીટમાં શું કહ્યું?

BPSC ઉમેદવારે પોતાના જીવનની સ્થિતિ બતાવીને લખ્યું છે કે, ‘સર,મારી જીંદગી નાજુક સ્થિતિમાં છે. BPSCમાં ચોથા નંબરેથી સિલેક્ટ થઈ શક્યા નથી! સમજાતું નથી શું કરું? 2017માં BTech પાસ કરી અને હજુ પણ બેરોજગાર છું.’

આ ટ્વીટનો જવાબ આપતા IAS અધિકારીએ લખ્યું, ‘ચિંતા કરશો નહીં. હું પોતે 10 વાર પ્રિલિમિનરી પરીક્ષામાં નાપાસ થયો હતો. હું 2002માં સ્નાતક થયો, પણ મને 2009માં જ નોકરી મળી. ઓલ ધ બેસ્ટ.’ અન્ય ટ્વિટમાં યુવકે કહ્યું, ‘તમે મારી પ્રેરણા છો અને બે વર્ષથી તમને ફોલો કરી રહ્યો છું.’

અવનીશ શરણે કરી ટ્વીટ

IAS અવનીશ શરણે પોતાની ટ્વિટર પ્રોફાઇલ પર એક ટ્વિટ કરી છે. આમાં તેણે પોતાનો સંઘર્ષ જણાવ્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘મારી સફર : 10માં 44.7 ટકા, 12માં 65 ટકા, ગ્રેજ્યુએશનમાં 60 ટકા. CDSમાં નાપાસ, CPFમાં નાપાસ. રાજ્ય જાહેર સેવા આયોગમાં 10થી વધુ વખત પ્રિલિમિનરી પરીક્ષામાં નાપાસ થયો. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રથમ પ્રયત્નમાં જ ઈન્ટરવ્યુમાં પહોંચી. બીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 77મો રેન્ક મેળવ્યો.

છત્તીસગઢના IAS અધિકારી લોકોને મોટિવેશન કરવા માટે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અલગ-અલગ રીતે ટ્વીટ કરતાં રહેતા હોય છે. ટ્વિટર પર તેના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે.

Next Article