UPSC મેન્સ પરીક્ષામાં કયાંથી સવાલો પૂછવામાં આવે છે? IASએ જણાવ્યું

|

Sep 18, 2022 | 4:42 PM

યુપીએસસી મેન્સ પરીક્ષા (UPSC IAS Mains 2022) 16 સપ્ટેમ્બર 2022 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવશે. મેન્સ પરીક્ષા 16, 17, 18, 24 અને 25 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. IAS ઓફિસરે પરીક્ષાની તૈયારીને લઈને ટિપ્સ પણ આપી છે.

UPSC મેન્સ પરીક્ષામાં કયાંથી સવાલો પૂછવામાં આવે છે? IASએ જણાવ્યું
UPSC IAS Mains Exam

Follow us on

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 16 સપ્ટેમ્બર 2022 થી સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષાનું અયોજન શરૂ થયું છે. યુપીએસસી આઈએએસ મેન્સ 2022 (UPSC IAS Mains 2022) ની પરીક્ષા પેન-પેપર મોડમાં લેવામાં આવી રહી છે એટલે કે ઓનલાઈન મોડમાં લેવામાં આવશે નહિ. આઈએએસ (IAS) અધિકારી અવનીશ શરણે આ પરીક્ષામાં આવેલા પેપર વિશે ટ્વીટ કર્યું છે. આઈએએસ એ કહ્યું કે સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષાના અત્યાર સુધીના તમામ પેપરના તમામ સવાલો દિલ્હીના તમામ કોચિંગ સેન્ટરોના ક્લાસરૂમ અને ટેસ્ટ સિરીઝમાં પૂછવામાં આવેલા સવાલોમાંથી આવે છે.

આઈએએસ અવનિશે ટ્વીટ કરીને આપી છે જાણકારી

આઈએએસ ઓફિસર અવનીશ શરણના આ ટ્વિટ બાદ સતત સવાલો પૂછવામાં આવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ આને કટાક્ષ તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાકે પૂછ્યું છે કે શું આ સાચું છે? પરંતુ આઈએએસ અધિકારીએ આ સવાલોના જવાબ આપ્યા નથી.

UPSC Mains પરીક્ષા

યુપીએસસી મેન્સ પરીક્ષા 16 સપ્ટેમ્બર 2022 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવશે. મેન્સ પરીક્ષા 16, 17, 18, 24 અને 25 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. ઉમેદવારો વેબસાઇટ upsc.gov.in પર પરીક્ષાનું શેડ્યુલ ચેક કરી શકે છે.

IAS Mains પરીક્ષા માટે ટિપ્સ

હાલમાં જ આઈએએસ અવનીશ શરણે ટ્વિટ કરીને યુપીએએસી પરીક્ષાની તૈયારી વિશે ટિપ્સ આપી હતી. અવનીશ શરણે જણાવ્યું હતું કે તેને 10 દિવસ પહેલા કેવી તૈયારી કરી હતી. તેને કહ્યું હતું કે પરીક્ષાની તૈયારી માટે લખવાને બદલે તે વધુને વધુ વાંચવાનો પ્રયાસ કરતો હતો અને સતત 15-16 કલાક જાગતો હતો. આખી રાત જાગતા રહેવાનું પરિણામ એ આવ્યું કે પરીક્ષાના દિવસે 102 ડિગ્રી તાવ હતો.

તમને જણાવી દઈએ કે અવનીશ શરણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેના 4.7 લાખથી વધુ ફોલોઅર્સ છે. દરરોજ વિદ્યાર્થીઓ માટે ટીપ્સ અને મોટિવેશનલ મેસેજ ટ્વીટ કરે છે. થોડા દિવસો પહેલા તેને સોશિયલ મીડિયા પર તેની માર્કશીટ શેયર કરી હતી. આઈએએસ અવનીશ શરણનો હાઈસ્કૂલમાં થર્ડ ડિવિઝન આવ્યો હતો. તેને માત્ર 44.7 ટકા માર્કસ મેળવ્યા હતા. આ સિવાય 12th માં માત્ર 65 ટકા અને ગ્રેજ્યુએશનમાં અવનીશ શરણના 60 ટકા માર્કસ આવ્યા છે.

Next Article