HWB Recruitment 2021: Scientific Assistant સહિતની ઘણી પોસ્ટ પર ભરતી માટે પ્રવેશ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Jul 05, 2021 | 11:20 PM

હેવી વોટર બોર્ડ દ્વારા Scientific Assistant અને Technical Officer સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.

HWB Recruitment 2021: Scientific Assistant સહિતની ઘણી પોસ્ટ પર ભરતી માટે પ્રવેશ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
Heavy Water Board ભરતી પરીક્ષાનું પ્રવેશ કાર્ડ જાહેર કર્યું.

Follow us on

HWB Recruitment 2021: Heavy Water Board દ્વારા Scientific Assistant અને Technical Officer સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાના પ્રવેશ કાર્ડ બહાર જાહેર થાય છે. આવી સ્થિતિમાં બધા ઉમેદવારો કે જેમણે આ (HWB Recruitment 2021) પોસ્ટ માટે અરજી કરી છે, તે પ્રવેશ કાર્ડ  (Download Admit Card HWB Recruitment 2021) સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકો છો.

 

HWB (Heavy Water Board)માં 277 જગ્યાઓની ભરતી માટેની ખાલી જગ્યાઓ જાહેર કરી હતી. આમાં (HWB Recruitment 2021) 11 જાન્યુઆરી 2020થી અરજીની પ્રક્રિયા શરૂ થઈ હતી. ઉમેદવારોને અરજી કરવા માટે 31 જાન્યુઆરી 2020 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા (HWB Recruitment 2021 Exam) કોરોનાવાયરસને કારણે લાદવામાં આવેલ લોકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવી હતી. લાંબી પ્રતિક્ષા પછી હવે એડમિટ કાર્ડ (Download Admit Card HWB Recruitment 2021) જાહેર કરવામાં આવ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

પ્રવેશ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

સ્ટેપ 1 – પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
સ્ટેપ 2 – વેબસાઈટના હોમ પેજ પર Recruitment પર જાઓ.
સ્ટેપ 3 – અહીં Downloading e-Admit Card of Advertisement No. HWB/1/2020 પર ક્લિક કરો.
સ્ટેપ 4 – હવે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને લૉગિન કરો.
સ્ટેપ 5 – લૉગિન થતાં તરત જ પ્રવેશ કાર્ડ (Admit Card) ખુલશે.
સ્ટેપ 6 – તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી લૉ.
સ્ટેપ 7 – ડાયરેક્ટ લીંકથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ જગ્યાઓ પર ભરતી થશે

ટેક્નિકલ ઓફિસર ડી કેમિકલ – 21

ટેક્નિકલ ઓફિસર મિકેનિકલ – 03

ટેક્નિકલ ઓફિસર ઇન્સ્ટ્રુમેન્ટેશન- 02

ટેક્નિકલ ઓફિસર સિવિલ- 02

કેટેગરી ટ્રેની કેમિકલ – 43

કેટેગરી ટ્રેની મિકેનિકલ- 01

કેટેગરી ટ્રેની ઇલેક્ટ્રિકલ – 07

કેટેગરી ટ્રેની ઇન્સ્ટ્રુમેન્ટેશન – 09

નર્સ – 04

સાયન્ટિફિક આસિસ્ટન્ટ સિવિલ- 05

સાયન્ટિફિક આસિસ્ટન્ટ રેડિયોગ્રાફી- 01

સબ ઓફિસર બી- 05

અપર ડિવિઝન ક્લાર્ક – 18

ડ્રાઈવર – 20

પમ્પ ઑપરેટર -26 સહિત અન્ય પોસ્ટ્ પર ભરતી કરવામાં આવશે.

અન્ય ભરતી

HWB (Heavy Water Board)એ જુનિયર ટ્રાન્સલેશન ઑફિસર પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. સરકારી નોકરી (Sarkari Naukri) મેળવવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અને સૂચના મુજબ છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. આજે અમે તમારા માટે આ (HWB Recruitment 2021) સંબંધિત મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છે.

 

જે તમને અરજી કરતી વખતે સુવિધા આપશે. રસ ધરાવતા ઉમેદવારો આ સરકારી નોકરી (Sarkari Naukri) નિયુક્ત એપ્લિકેશન ફોર્મમાં અરજી કરી શકે છે અને સાથે સાથે સંબંધિત દસ્તાવેજો, હેવી વોટર બોર્ડ, વી.એસ. ભવન, 4th Floor, અણુશક્તિ નગર, મુંબઈ – 400 094ના સરનામે મોકલી શકે છે.

Next Article