AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 હજારમાં લઈ શકશો પોસ્ટ ઓફિસની ફેન્ચાઈઝી, દર મહિને આટલી કમાણી કરી શકશો

જો તમે ઓછામાં ઓછુ આઠમા ઘોરણ સુધી ભણયા છો અને રોજગારી શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસ દ્વારા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો. પોસ્ટ વિભાગે પોસ્ટલ ફેન્ચાઈઝી સ્કીમ લોન્ચ કરી છે, જેના દ્વારા તમે કમાણી કરી શકો છો. તમે એવી જગ્યા પર પોસ્ટ કાર્યાલયને ખોલી શકો છો, જ્યાં પોસ્ટ ઓફ્સની સુવિધા ન હોય. આ […]

5 હજારમાં લઈ શકશો પોસ્ટ ઓફિસની ફેન્ચાઈઝી, દર મહિને આટલી કમાણી કરી શકશો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 09, 2019 | 12:59 PM

જો તમે ઓછામાં ઓછુ આઠમા ઘોરણ સુધી ભણયા છો અને રોજગારી શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસ દ્વારા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો.

પોસ્ટ વિભાગે પોસ્ટલ ફેન્ચાઈઝી સ્કીમ લોન્ચ કરી છે, જેના દ્વારા તમે કમાણી કરી શકો છો. તમે એવી જગ્યા પર પોસ્ટ કાર્યાલયને ખોલી શકો છો, જ્યાં પોસ્ટ ઓફ્સની સુવિધા ન હોય. આ જગ્યા ગામડાં અને નાના શહેરોમાં પણ હોય શકે છે. આ પોસ્ટ કાર્યાલય દ્વારા લોકો દર મહીને લગભગ 50 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે, જ્યારે પોસ્ટ કાર્યાલય ખોલવા માટે 5 હજાર રૂપિયા જામીન તરીકે જમા કરાવવા પડશે.

પોસ્ટ કાર્યાલયની ફેન્ચાઈઝી લેનાર વ્યકિતી જે પ્રોડકટ્સ વેચી શકશે તેમાં પોસ્ટ અને રેવન્યુ ટીકિટ, સ્પીડ પોસ્ટનું બુકીંગ, રજીસ્ટ્રાર, મની ઓર્ડર, પોસ્ટલ જીવન ઈન્શોયરન્સ, ડિપાર્ટમેન્ટ તરફથી બિલ, વગેરે સામેલ હશે. ઈન્ડિયા પોસ્ટે લોકોને સગવડતા આપતા કહ્યું કે દુકાન ન હોય તેવા લોકો તેમના ઘરમાં પણ આ ફેન્ચાઈઝી શરૂ કરી શકશે. તેના માટે ફેન્ચાઈઝી લેનાર વ્યકિતીના ઘરમાં એટલી જગ્યા હોવી જોઈએ જ્યાં તે આવી ફેન્ચાઈઝી સરળતાથી ચલાવી શકે અને લોકોને પણ કોઈ મુશ્કેલી ના પડે.

વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

ઈન્ડિયા પોસ્ટે પાનના ગલ્લાવાળા, કરીયાણાંની દુકાનવાળા, સ્ટેશનરીની દુકાનવાળા, નાના દુકાનદાર લોકોને પણ આમાં સામેલ કર્યા છે. તેના માટે વ્યકિતીની ઉંમર 18 વર્ષથી વધારે અને આઠમું ધોરણ પાસ હોવો જોઈએ અને કોમ્પયુટરની પ્રાથમિક માહિતી હોવી જોઈએ. ફેન્ચાઈઝી લેનાર વ્યકિતી આખા દિવસમાં તેના ટાઈમ પ્રમાણે 24 કલાકમાં ગમે ત્યારે તેને ચલાવી શકે છે. તેના માટે નૉર્મલ પોસ્ટ ઓફિસના સમય પ્રમાણે ચલાવવાની કોઈ જરૂરીયાત નથી.

આ છે આખી રીત

1. ફેન્ચાઈઝીની અરજી કરવા માટે સૌથી પહેલા ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 2. સિલેકશન થવા પર ઈન્ડિયા પોસ્ટની સાથે એક એમ.ઓ.યુ(MOU) કરવામાં આવશે. 3. ફેન્ચાઈઝી લેવા માટે ઈન્ડિયા પોસ્ટે ઓછામાં ઓછી લાયકાત આઠમું ધોરણ પાસ નકકી કરી છે. 4. વ્યકિતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.

કેવી રીતે થાય છે કમાણી

પોસ્ટ કાર્યાલયની ફેન્ચાઈઝીથી કમાણી કમિશન પર થાય છે. આ બધી જ સર્વિસ પર કમિશન આપવામાં આવે છે. 1. રજીસ્ટર આર્ટીકલ્સના બુકીંગ પર 3 રૂપિયા 2. સ્પીડ પોસ્ટ આર્ટીકલ્સના બુકીંગ પર 5 રૂપિયા 3. 100 થી 200 રૂપિયાના મનીર્ઓડરના બુકીંગ પર 3.50 રૂપિયા 4. 200 રૂપિયાથી વધારેના મનીર્ઓડર પર 5 રૂપિયા 5. દર મહીને રજીસ્ટર અને સ્પીડ પોસ્ટના 1000 રૂપિયાથી વધારેના બુકીંગ પર 20% 6. પોસ્ટેજ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ર્ઓડર ફોર્મના વેચાણ પર વેચાણ કિંમતના 5% 7. રેવન્યુ સ્ટેમ્પ અને સર્વિસ પર પોસ્ટ વિભાગને થયેલ કમાણીના 40% કમિશન

[yop_poll id=1254]

g clip-path="url(#clip0_868_265)">