Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો

|

May 26, 2022 | 8:49 PM

Gujarat metro jobs 2022: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે, 2022 છે. આ જગ્યાઓ માટે અરજીઓ ફક્ત ઓનલાઈન જ કરી શકાય છે.

Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો
Gujarat Metro Recruitment

Follow us on

Gujarat metro jobs 2022: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ગુજરાત મેટ્રોમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. આ જગ્યાઓ (Gujarat Metro Rail Corporation Recruitment 2022) માટેની અરજી પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. તેથી લાયકાત ધરાવતા જો કોઈ કારણસર તમે આ પોસ્ટ માટે અરજી ન કરી હોય તો હજી પણ કરી શકો છો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે, 2022 છે. આ જગ્યાઓ માટે અરજીઓ ફક્ત ઓનલાઈન જ કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા https://www.gujaratmetrorail.com/ પર જઈ જરૂરી માહિતી ઓનલાઈન ભરવી પડશે. આ સાથે મર્જ કરેલી સિંગલ પીડીએફ ફાઈલમાં સીવી, પેસ્લિપ્સ અને ટેસ્ટીમોનિયલ સહિતના જરૂરી એટેચમેન્ટ્સ સામેલ કરવા જરૂરી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા એડિશનલ જનરલ મેનેજર (એન્વાયર્નમેન્ટ અને સોશિયલ), એડિશનલ જનરલ મેનેજર (સેફ્ટી), જોઇન્ટ જનરલ મેનેજર (સિવિલ), જોઇન્ટ જનરલ મેનેજર (સિવિલ-સેફ્ટી), ડેપ્યુટી જનરલ મેનેજર (એમએમઆઇ), ડેપ્યુટી જનરલ મેનેજર (એમએમઆઇ), ડેપ્યુટી જનરલ મેનેજર (સોશિયલ), મેનેજર (આર્કિટેક્ટ), જોઇન્ટ જનરલ મેનેજર – સિવિલ – ટ્રેક (ઓએન્ડએમ), મેનેજર – સિવિલ – ટ્રેક (ઓ એન્ડ એમ), આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ-ટ્રેક (ઓ એન્ડ એમ), મેનેજર – સિવિલ-ટ્રેક (ઓ એન્ડ એમ), આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર – સિવિલ-ટ્રેક (ઓ એન્ડ એમ), જુનિયર એન્જિનિયર – સિવિલ-ટ્રેક (ઓએન્ડએમ) અને મેન્ટેનર – સિવિલ-ટ્રેક (ઓએન્ડએમ) સહિતની જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

  1. એડિશનલ જનરલ મેનેજર (એન્વાયરમેન્ટ એન્ડ સોશિયલ)-1 જગ્યા
  2. એડિશનલ જનરલ મેનેજર (સેફ્ટી)-1 જગ્યા
  3. જોઇન્ટ જનરલ મેનેજર (સિવિલ)-3 જગ્યા
  4. ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સેફ્ટી)-1 જગ્યા
  5. ડેપ્યુટી જનરલ મેનેજર (એમએમઆઈ)-1 જગ્યા
  6. ડેપ્યુટી જનરલ મેનેજર (સોશિયલ)-1 જગ્યા
  7. મેનેજર (આર્કિટેક્ટ)-2 જગ્યા
  8. જોઇન્ટ જનરલ મેનેજર – સિવિલ/ટ્રેક (ઓએન્ડએમ)-1 જગ્યા
  9. મેનેજર – સિવિલ/ટ્રેક (ઓએન્ડએમ)-2 જગ્યા
  10. આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ/ટ્રેક (ઓએન્ડએમ)-1 જગ્યા
  11. આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર – સિવિલ/ટ્રેક (ઓએન્ડએમ)-2 જગ્યા
  12. જુનિયર એન્જિનિયર – સિવિલ/ટ્રેક (ઓએન્ડએમ)-2 જગ્યા
  13. મેઈન્ટેનર – સિવિલ/ટ્રેક (ઓએન્ડએમ)-2 જગ્યા

શૈક્ષણિક લાયકાત

એડિશનલ જનરલ મેનેજર (એન્વાયરમેન્ટ અને સોશિયલ) – ઉમેદવાર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી – ઇન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં બી.ઈ. – બી. ટેક અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં એમ.ઇ. – એમ. ટેક હોવા આવશ્યક છે. ઉમેદવારને સિવિલ એન્જિનિયરિંગની પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં એક્ઝિક્યુટિવ લેવલનો ઓછામાં ઓછો 18 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ અથવા સરકારી – પીએસયુમાં એક્ઝિક્યુટિવ લેવલનો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એડિશનલ જનરલ મેનેજર (સેફ્ટી) – સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઈ. – બી. ટેક અને કન્સ્ટ્રક્શન – ઇન્ડસ્ટ્રિયલ સેફટીમાં ડિપ્લોમા / પી.જી. ડિપ્લોમા. ઉમેદવારને ઓછામાં ઓછા 18 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.

જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) – ઉમેદવાર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઇ./બી. ટેક હોવો જોઇએ. અરજદારને સિવિલ એન્જિનિયરિંગની પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં એક્ઝિક્યુટિવ લેવલનો ઓછામાં ઓછો 16 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ અથવા સરકાર/પીએસયુમાં એક્ઝિક્યુટિવ લેવલનો 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સેફ્ટી) – રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા / પી.જી. ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન / ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સાથે સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / ઇન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઇ. / બી. ટેક. અરજદારોને સંબંધિત પોસ્ટનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ડેપ્યુટી જનરલ મેનેજર (એમએમઆઈ) – સરકાર માન્ય યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી બેચલર ઇન પ્લાનિંગ અને ટ્રાન્સપોર્ટ પ્લાનિંગમાં માસ્ટર્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. અરજદારોને સિવિલ એન્જિનીયરિંગની પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં એક્ઝિક્યુટિવ લેવલનો ઓછામાં ઓછો 10 વર્ષનો સંબંધિત પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ અથવા સરકાર / પીએસયુમાં એક્ઝિક્યુટિવ લેવલનો 8 વર્ષનો સંલગ્ન પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા નોટિફિકેશનમાં આપેલી લાયકાતને ધ્યાનમાં રાખે. અયોગ્ય ઉમેદવારોની અરજી નામંજૂર કરવામાં આવશે.

Next Article