Govt Jobs: પોલીસ કોન્સ્ટેબલની 3500થી વધુ જગ્યાઓ માટે થશે ભરતી, 10-12 પાસ ઉમેદવાર કરી શકે છે અરજી

ઉમેદવારોએ લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે. જે ઉમેદવારો તમામ તબક્કાઓ પાર કરશે તેઓને અંતિમ પસંદગી યાદીમાં સ્થાન મળશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર આપેલી સૂચના જુઓ.

Govt Jobs: પોલીસ કોન્સ્ટેબલની 3500થી વધુ જગ્યાઓ માટે થશે ભરતી, 10-12 પાસ ઉમેદવાર કરી શકે છે અરજી
Govt Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 3:32 PM

રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલની (Police Constable) જગ્યા માટે વેકેન્સી (Govt Jobs) બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે તેમાં 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. તેથી જેમણે અત્યાર સુધી આ માટે અરજી કરી નથી, તેઓએ વહેલી તકે અરજી ફોર્મ ભરવું જોઈએ. અરજીની છેલ્લી તારીખ બાદ ફોર્મની લિંક વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા 7 ઓગસ્ટ 2023 થી શરૂ

રાજસ્થાન પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 7 ઓગસ્ટ 2023 થી શરૂ થઈ છે. ઉમેદવારો 27 ઓગસ્ટ 2023 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી તેમના અરજી ફોર્મમાં સુધારો કરી શકે છે. જો કે હજુ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

Rajasthan Police ની નોકરી માટે આવી રીતે કરો અરજી

1. રાજસ્થાન પોલીસ ભરતી 2023 માટે અરજી કરવા માટે, તમારે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ sso.rajasthan.gov.in અને recruitment2.rajasthan.gov.in પર જવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

2. તમે તેના વિશે વધુ વિગતો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ piloce.rajasthan.gov.in ની મુલાકાત લઈ શકો છો.

3. વેબસાઇટના હોમ પેજ પર Latest Recruitment લિંક પર ક્લિક કરવાનું રહેશે.

4. ત્યારબાદ Rajasthan Police Constable Recruitment લિંક પર જાઓ.

5. આ પછી નોંધણી અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.

6. અરજી કર્યા પછી પ્રિન્ટ લો.

લાયકાતની વિગતો

જે ઉમેદવારો આ ફોર્મ ભરવા માંગે છે, તેમની ઉંમર 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી, 2024 ના આધારે ગણવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારો માટે માન્ય બોર્ડમાંથી 10 અને 12 પાસ હોવું ફરજિયાત છે.

આ પણ વાંચો : Govt Jobs: BA પાસ ઉમેદવાર માટે ભરતી બહાર પડી, 4 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી, મળશે 66000 રૂપિયા પગાર

પસંદગી કેવી રીતે થશે?

રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ માટે ઉમેદવારોએ ઘણા તબક્કામાંથી પસાર થવું પડશે. તેમાં ઉમેદવારોએ લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે. જે ઉમેદવારો તમામ તબક્કાઓ પાર કરશે તેઓને અંતિમ પસંદગી યાદીમાં સ્થાન મળશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર આપેલી સૂચના જુઓ.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">