Government Jobs: લેક્ચરરની પોસ્ટ્સ માટે આજે એપ્લિકેશનની છેલ્લી તારીખ છે, જાણો માહિતી

|

May 11, 2021 | 6:49 PM

Sarkari Naukri 2021: કોલેજ ડિરેક્ટોરેટ (College directorate) દ્વારા લેક્ચરરની જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે.

Government Jobs: લેક્ચરરની પોસ્ટ્સ માટે આજે એપ્લિકેશનની છેલ્લી તારીખ છે, જાણો માહિતી
સાંકેતિક ફોટો

Follow us on

Government Jobs: જમ્મુ-કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતા કોલેજ ડિરેક્ટોરેટ (College directorate) દ્વારા લેક્ચરરની જગ્યાઓ (Lecturer Recruitment) માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારોને આ ભરતી માટે વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવતીકાલે તમને વેબસાઇટ પર એપ્લિકેશનની લિંક મળશે નહીં. જાહેરનામા મુજબ, જમ્મુ ડિવિઝનની સરકારી કોલેજ (Government College)માં વિવિધ હોદ્દા પર નોડલ કોલેજ – સરકારી ગાંધી મેમોરિયલ સાયન્સ કોલેજ, જમ્મુ (Govt. Gandhi Memorial Science College- Jammu) દ્વારા ભરતી કરવામાં આવશે.

સૂચના અનુસાર શૈક્ષણિક સત્ર 2021-22 માટે એકેડેમિક એરેન્જમેન્ટ હેઠળ લેક્ચરર (Lecturer), ગ્રંથપાલ (Librarian) અને શારીરિક તાલીમ પ્રશિક્ષક (PTI : Physical Training Instructor) અને અધ્યાપન સહાયક (Teaching assistance) ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

લાયકાત

જાહેર કરેલી સૂચના મુજબ, લેક્ચરર, ગ્રંથપાલ અને શારીરિક તાલીમ પ્રશિક્ષકની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે સ્નાતકની પદવી પાસ કરેલી હોવી જોઈએ. વળી, ખાલી જગ્યાઓ સંબંધિત વિષયમાં યુ.જી.સી. નેટ અથવા એસ.ઇ.ટી. અથવા એસ.એલ.ઇ.ટી. પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તે જ રીતે, અધ્યાપક સહાયક (Teaching Assistant) હોદ્દાઓ માટે, ઇચ્છિતોને સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 55 ટકા માર્કસ સાથે માસ્ટર ડિગ્રી પાસ કરવી જરૂરી છે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો માટે આ લિંક પર ક્લિક કરો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એપ્લિકેશન પ્રક્રિયા

આ (Lecturer Recruitment 2021) માટે અરજી કરવા માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jammu2021.acadarrangement.in પર જાઓ. આ પછી, હોમ પેજ પર જ આપેલ “Fill Application Form” ની લિંક પર ક્લિક કરો. આ પછી, તમે માંગેલી વિગતો ભરીને નોંધણી (Registration) કરાવી શકશો. આ પછી, ઉમેદવારો મોબાઇલ નંબર પર મળેલા રજિસ્ટ્રેશન નંબર અને ઓટીપી દ્વારા લૉગઇન કરીને અરજી દાખલ કરી શકશે.

અરજી કરતી વખતે, ઉમેદવારોએ 100 રૂપિયાની એપ્લિકેશન ફી પણ ચૂકવવાની રહેશે, જે ઑનલાઇન મોડમાં ચૂકવણી કરી શકાય છે. સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો.

Next Article