GATE Exam 2022: IIT ખડગપુરે GATE પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, પરીક્ષાઓ થઈ શકે છે મોકૂફ

|

Jan 23, 2022 | 11:15 AM

GATE Exam notice 2022: ભારતીય ટેકનોલોજી સંસ્થાન ખડગપુર સમગ્ર દેશમાં 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ GATE પરીક્ષા લેવા જઈ રહી છે. પરીક્ષા સત્તાવાળાએ 15 જાન્યુઆરીએ gate.iitkgp.ac.in પર GATE 2022 એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે.

GATE Exam 2022: IIT ખડગપુરે GATE પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, પરીક્ષાઓ થઈ શકે છે મોકૂફ
GATE Exam 2022

Follow us on

GATE Exam notice 2022: ભારતીય ટેકનોલોજી સંસ્થાન ખડગપુર (IIT Kharagpur) સમગ્ર દેશમાં 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ GATE પરીક્ષા (GATE 2022) લેવા જઈ રહી છે. પરીક્ષા સત્તાવાળાએ 15 જાન્યુઆરીએ gate.iitkgp.ac.in પર GATE 2022 એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. દેશભરમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે, IIT ખડગપુર (IIT KGP) એ સત્તાવાર વેબસાઇટ પર એક મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડી છે. કોરોના કેસોમાં વધારાને કારણે ગેટ પરીક્ષા (GATE 2022) મોકૂફ થઈ શકે છે. GATE 2022ની પરીક્ષા આપનાર અરજદારોને કોરોના રસી મેળવવાની સલાહ આપવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુર (IIT Kharagpur) એ કહ્યું છે કે, પરીક્ષામાં ભાગ લેનારાઓનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વર્તમાન કોરોના રોગચાળાની પરિસ્થિતિને કારણે, આ વેબસાઇટમાં દર્શાવેલ તમામ તારીખો બદલાઈ શકે છે. મુશ્કેલ કિસ્સાઓમાં, નિયંત્રણ બહારના સંજોગોને કારણે GATE 2022 પરીક્ષા મોકૂફ અથવા રદ કરવામાં આવી શકે છે. તમામ ઉમેદવારોને કોવિડ-19 સામે રસી અપાવવાની સલાહ આપવામાં આવે છે.

અગાઉ IIT ખડગપુરના ડિરેક્ટર વીરેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું હતું કે, GATE પરીક્ષા (GATE 2022) અંગેનો નિર્ણય પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ટૂંક સમયમાં લેવામાં આવશે. ગેટ એડમિટ કાર્ડ 15 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 23,000 થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ગેટ 2022 મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉમેદવારોનું કહેવું છે કે, પરીક્ષા કેન્દ્ર પર ચેપ લાગવાની શક્યતાઓ વધારે છે. ઘણા વિદ્યાર્થીઓ ટ્વિટર પર GATE પરીક્ષા મોકૂફ રાખવાની અપીલ પણ કરી રહ્યા છે. IIT ખડગપુર દ્વારા બહાર પાડવામાં આવેલ GATE 2022 શેડ્યૂલ મુજબ, GATE 2022 પરિણામની તારીખ 17 માર્ચ 2022 ના રોજ જાહેર કરવામાં આવશે. GATE પરીક્ષા 2022 માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 02 સપ્ટેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: NTPC : જનરલ સર્જન અને સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી

આ પણ વાંચો: UPSC Success Story: પિતા મારુતિની ફેક્ટરીમાં હતા કામદાર, દીકરી મોહિતા શર્મા આવી રીતે બની IPS ઓફિસર

Next Article