GATE 2022: GATE પરીક્ષા એપ્લિકેશન ફોર્મમાં કરી લો સુધારો, IITએ આપી વધુ એક તક

|

Nov 13, 2021 | 4:37 PM

GATE 2022 Exam: ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE) / GATE 2022 એપ્લિકેશન ફોર્મમાં સુધારા કરવાની બીજી તક આપવામાં આવે છે.

GATE 2022: GATE પરીક્ષા એપ્લિકેશન ફોર્મમાં કરી લો સુધારો, IITએ આપી વધુ એક તક
GATE 2022

Follow us on

GATE 2022 Exam: ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE) / GATE 2022 એપ્લિકેશન ફોર્મમાં સુધારા કરવાની બીજી તક આપવામાં આવે છે. જો તમે ગેટ પરીક્ષા 2022 માટે અરજી કરી છે, તો તમારું અરજીપત્ર કાળજીપૂર્વક તપાસો. જો કોઈ ભૂલ હોય તો તેને તરત જ સુધારી લો. IIT ખડગપુર એ GATE 2022 અરજી ફોર્મ સુધારણા માટેની છેલ્લી તારીખ લંબાવી છે. તમારી પાસે 15મી નવેમ્બર 2021 સુધી ફોર્મમાં સુધારા કરવાની તક છે.

તમે GATE અરજી ફોર્મમાં સુધારા કરવા માટે નીચે આપેલ સીધી લિંક પર ક્લિક કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ફોર્મ સુધારણા લિંક GATE 2022 વેબસાઇટ gate.iitkgp.ac.in પર ઉપલબ્ધ છે. અરજી ફોર્મમાં સુધારા કરવા માટે ઉમેદવારનું લોગીન જરૂરી છે. તમારે તમારા GATE 2022 એપ્લિકેશન ફોર્મ નંબર અને માંગેલી અન્ય માહિતી સાથે લોગિન કરવું પડશે.

આ તકનો લાભ લઈને, તમે તમારા ફોર્મમાં શ્રેણી (જાતિ શ્રેણી), પેપર, પરીક્ષા શહેર વગેરે વિગતો બદલી શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો

  1. gate.iitkgp.ac.in પર GATE 2022 વેબસાઇટની મુલાકાત લો.
  2. હોમ પેજ પર લોગિન બટન પર ક્લિક કરો.
  3. GATE 2022 ઉમેદવારનું લોગિન પેજ ખુલશે.
  4. અહીં તમારો GATE 2022 નોંધણી નંબર અથવા નોંધાયેલ ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
  5. સ્ક્રીન પર પ્રદર્શિત સુરક્ષા કોડ દાખલ કરો અને સબમિટ કરો.
  6. તમારું એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
  7. તેમાં જરૂરી સુધારા કરો અને સેવ કરીને ફરીથી સબમિટ કરો.
  8. અપડેટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.

GATE પરીક્ષા 2022 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર 2021 હતી. જેઓએ આ તારીખ સુધી અરજી કરી હતી તેઓ જ તેમના ફોર્મમાં સુધારો કરી શકશે. નવું અરજી ફોર્મ ભરી શકાતું નથી.

આ વખતે IIT ખડગપુર GATE 2022 પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. પરીક્ષા 05, 06, 12 અને 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. આ પરીક્ષા દેશભરના જુદા જુદા કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધીની રહેશે. બીજી પરીક્ષા બપોરે 2.30 થી 5 દરમિયાન લેવામાં આવશે. GATE 2022 એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર 03 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article