GATE 2022 માટે જલ્દી શરુ થશે રજિસ્ટ્રેશન,આ રીતે કરો એપ્લાય

|

Aug 28, 2021 | 3:24 PM

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. એન્જિનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે.

GATE 2022 માટે જલ્દી શરુ થશે રજિસ્ટ્રેશન,આ રીતે કરો એપ્લાય
સાંકેતિક તસ્વીર

Follow us on

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. એન્જિનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે.રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 ઓગસ્ટથી સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને નોંધણી કરાવી શકશે.રજિસ્ટ્રેશ માટેની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.તે એપ્લીકેશન ફોર્મ 1 ઓક્ટોબર, 2021 સુધી લેટ ફી સાથે સબમિટ કરી શકાશે.

આ તારીખ પછી રજિસ્ટ્રેશન લિંક હટાવી દેવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે. જોકે, આઈઆઈટી ખડગપુરે કહ્યું છે કે કોવિડ -19 ની સ્થિતિને જોતા બદલાવ શક્ય છે.

IIT ખડગપુરે કહ્યું, અમારી પરીક્ષામાં ભાગ લેનારાઓનું આરોગ્ય અને સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાલની COVID-19 રોગચાળાની સ્થિતિને કારણે, આ વેબસાઇટમાં ઉલ્લેખિત તમામ તારીખો બદલાય શકે છે.નિયંત્રણ બહારના સંજોગોને કારણે GATE 2022 ની પરીક્ષા મુલતવી અથવા રદ થઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજીની પ્રારંભની તારીખ – 30 ઓગસ્ટ 2021
આવેદનની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021
લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ-1 ઑક્ટોબર 2021
આવેદનમાં સુધારો – 26 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2021
કેટેગરી અને પરીક્ષા શહેરને બદલવાની છેલ્લી તારીખ -3 જાન્યુઆરી 2022
ગેટ પરીક્ષાની સંભવિત છેલ્લી તારીખ – 5,6,12,13 ફેબ્રુઆરી
રિઝલ્ટ જાહેર થવાની છેલ્લી તારીખ – 17 માર્ચ 2022

gate.iitkgp.ac.in પર કરી શકશો એપ્લાય

GATE 2022 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે. GATE 2022 વેબસાઇટ gate.iitkgp.ac.in ની મુલાકાત લો.તમે એક કે બે પેપર માટે અરજી કરી શકો છો.પરંતુ અરજી ફોર્મ એક જ ભરવામાં આવશે.જો તમે એક કરતા વધારે અરજી ફોર્મ ભર્યા હોય તો તેમાંથી માત્ર એક જ સ્વીકારવામાં આવશે.બાકીના રદ કરવામાં આવશે અને તેમની ફી પણ પરત કરવામાં આવશે નહીં.

આ છે રજિસ્ટ્રેશન ફી

SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારો માટે GATE અરજી ફી – 750 રુપિયા

લેટ ફી સાથે કુલ ફી – 1250 રુપિયા

અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી – 1500 રુપિયા

2000 રૂપિયા લેટ ફી સાથે ચાર્જ ચૂકવવો પડશે

આ પણ વાંચો : Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય

આ પણ વાંચો :Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય


    
	
		
Next Article