Career News : જેઓ CUET નથી આપી શક્યા તેને માટે આ તારીખોએ લેવામાં આવશે પરીક્ષા, આ ઈમેલ ID પર કરો ફરિયાદ

|

Aug 07, 2022 | 1:38 PM

CUET UG પરીક્ષા 2022 માટેનું નવું શેડ્યૂલ nta.ac.in પર બહાર પાડવામાં આવ્યું છે. જેઓ ટેકનિકલ મુશ્કેલીઓના કારણે પરીક્ષા આપી શક્યા નથી, તેઓ આ તારીખોમાં CUET પરીક્ષા આપી શકશે.

Career News : જેઓ CUET નથી આપી શક્યા તેને માટે આ તારીખોએ લેવામાં આવશે પરીક્ષા, આ ઈમેલ ID પર કરો ફરિયાદ
CUET 2022 Exam

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET UG 2022 રી-એક્ઝામ ડેટમાં ફેરફાર કર્યો છે. અગાઉ આ પરીક્ષા 12થી 14 ઓગસ્ટ વચ્ચે લેવાનું કહેવાયું હતું. પરંતુ હવે નવું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. NTAનું કહેવું છે કે હજારો વિદ્યાર્થીઓની માગ પર તારીખ બદલવામાં આવી છે. નવી તારીખના સંદર્ભમાં, NTA એ ઓફિશિયલ વેબસાઇટ nta.ac.in અને cuet.samarth.ac.in પર પણ નોટિસ જાહેર કરી છે. આ સાથે UGCના ચેરમેન એમ જગદેશ કુમારે પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નવા સમય પત્રક મુજબ, હવે CUET UG રી-એક્ઝામ 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ, 2022 દરમિયાન લેવામાં આવશે.

CUET: ફરિયાદ માટે નવું ઈમેલ ID

NTA એ CUET સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે એક નવું ઈમેલ આઈડી પણ બનાવ્યું છે. જો તમને CUET પરીક્ષા અંગે કોઈ ફરિયાદ હોય, તો તમે cuetgrievance@nta.ac.in પર ઈમેલ મોકલીને NTAનો સંપર્ક કરી શકો છો. તમે તમારી સમસ્યા કહી શકો છો અને ઉકેલ મેળવી શકો છો.

આ ઈમેલ આઈડી જાહેર કરતી વખતે NTAએ કહ્યું છે કે, જે પણ વિદ્યાર્થીઓ આ અંગે ફરિયાદો મોકલી રહ્યા છે, તેઓએ તેમનો CUET એપ્લિકેશન નંબર લખવો પડશે. તમારી ફરિયાદ સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ આપવામાં આવશે. જો જરૂરી હોય તો, 20 ઓગસ્ટ પછી, તમને ફરીથી પરીક્ષા માટે પણ તક આપવામાં આવી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશભરમાંથી હજારો ફરિયાદો બાદ NTAની કાર્યવાહી

નોંધનીય છે કે, CUET ફેઝ 2 ની પરીક્ષામાં 4, 5 અને 6 ઓગસ્ટે ત્રણેય દિવસે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષાના દિવસે પણ અનેક કેન્દ્રોએ ટેકનિકલ ખામીના નામે તાળા લટકાવી રાખ્યા હતા, તો ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓને 6-7 કલાક રાહ જોયા બાદ પરત મોકલી દેવામાં આવ્યા હતા. દેશભરના ઘણા કેન્દ્રો પર પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જેનાથી લગભગ 50,000 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા.

24 થી 28 ઓગસ્ટ નક્કી થઈ

NTAએ અગાઉ કહ્યું હતું કે, રદ થયેલી પરીક્ષા 12થી 14 ઓગસ્ટની વચ્ચે લેવામાં આવશે. ત્યારબાદ એજન્સીએ વિદ્યાર્થીઓને વિકલ્પ આપ્યો કે તેઓ બીજી તારીખ પસંદ કરી શકે છે. NTAએ કહ્યું કે, દેશભરમાંથી 15,811 અરજીઓ મળી હતી કે 12થી 14 ઓગસ્ટની તારીખ યોગ્ય નથી, કારણ કે તે દરમિયાન તહેવારો છે. આ પછી, તારીખ 24થી 28 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.

Next Article