NEET અને JEEની પરીક્ષા પૂરી થશે ? UGCએ આપ્યું મોટું અપડેટ

|

Aug 12, 2022 | 5:25 PM

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને સિંગલ એન્ટ્રન્સ પરીક્ષા માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. હવે યુજીસી આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

NEET અને JEEની પરીક્ષા પૂરી થશે ? UGCએ આપ્યું મોટું અપડેટ
Entrance-Exam

Follow us on

નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. જો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને મોકલવામાં આવેલ લેટેસ્ટ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે, તો નીટ અને જેઈઈ મેન્સ પરીક્ષાને હાલમાં શરૂ કરાયેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) સાથે મર્જ કરી શકાય છે. આ રીતે સીયુઈટી તમામ ટેસ્ટ માટે એક ટેસ્ટ બની જશે. હાલમાં સીયુઈટી દ્વારા સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ કોર્સ માટે એન્ટ્રન્સ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ યુજીસીના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમારે કહ્યું કે કમિશન એક પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે જે મેડિકલ અને એન્જિનિયરિંગ માટે અલગ-અલગ એન્ટ્રન્સ પરીક્ષાઓને CUETમાં એકીકૃત કરશે. કુમારે કહ્યું કે એવો કોઈ અર્થ નથી કે વિદ્યાર્થીઓએ એક જ વિષયમાં તેમની નિપુણતા સાબિત કરવા માટે અલગ-અલગ પરીક્ષાઓમાં હાજર રહેવું પડે. હાલમાં મેડિકલ અને ડેન્ટલનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પાસ કરવી પડે છે, જ્યારે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જેઈઈ મેન્સ પરીક્ષા પાસ કરવી પડે છે.

યુજીસી અધ્યક્ષે શું કહ્યું?

જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો વિદ્યાર્થીઓએ માત્ર એક જ પરીક્ષા આપવાની રહેશે. આ નેશનલ લેવલની પરીક્ષાના નંબરો પછી તમામ વિદ્યાર્થીઓ માટે માર્ગ ખોલશે. યુજીસીના અધ્યક્ષે જણાવ્યું હતું કે હાયર એજ્યુકેશનના નિયમનકારો આ સંભાવના પર કામ કરી રહ્યા છે. ત્રણ નેશનલ લેવલની પરીક્ષાઓને મર્જ કરવાની અને તેના પર સર્વસંમતિ સાધવાની શક્યતા જોવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

યુજીસીના અધ્યક્ષે કહ્યું “પ્રસ્તાવ એ છે કે શું આપણે આ તમામ એન્ટ્રન્સ પરીક્ષાઓને એકીકૃત કરી શકીએ કે જેથી અમારા વિદ્યાર્થીઓ એક જ નોલેજના આધારે બહુવિધ એન્ટ્રન્સ પરીક્ષાઓને આધીન ન બને? વિદ્યાર્થીઓની એક એન્ટ્રન્સ પરીક્ષા હોવી જોઈએ, પરંતુ વિષયો વચ્ચે એપ્લાય કરવાની ઘણી તકો હોવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘તમામ વિષયોને આવરી લેવા માટે માત્ર સીયુઈટી પર વિચાર કરવામાં આવી શકે છે’. તેમણે કહ્યું “જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જવા માગે છે, તેમના ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્રના નંબરોનો ઉપયોગ રેન્કિંગ લિસ્ટ માટે કરી શકાય છે. મેડિકલના કોર્સ માટે પણ આ જ કરી શકાય છે.

Next Article