CSIR NET UGC Registration 2022: CSIR UGC NET પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

|

Dec 04, 2021 | 4:48 PM

CSIR NET Registration 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.

CSIR NET UGC Registration 2022: CSIR UGC NET પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી
CSIR NET UGC Registration 2022

Follow us on

CSIR NET Registration 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, (CSIR NET 2022)ની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 2જી જાન્યુઆરી 2022 રાત્રે 11:50 વાગ્યા સુધી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ csirnet.nta.nic.in પર જઈને નોંધણી કરાવી શકે છે. NTA એ પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. વધુ વિગતો માટે, ઉમેદવારો csirnet.nta.nic.in ની મુલાકાત લવે જોઈએ.

કેવી રીતે કરવી અરજી

  1. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ/નેશનલ ટેસ્ટિંગ એજન્સી, csirnet.nta.nic.in ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
  2. હોમપેજ પર ઉપલબ્ધ “સંયુક્ત CSIR UGC NET જૂન 2021: નોંધણી ફોર્મ ભરો” લિંક પર ક્લિક કરો.
  3. નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી વિગતો ભરો.
  4. એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સુરક્ષા પિન જેવા ક્રેડેંશીયલ દાખલ કરીને નોંધણી કરો.
  5. એપ્લિકેશન ફી ચૂકવો, ‘સબમિટ’ પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.

આ દિવસે પરીક્ષા લેવામાં આવશે

અરજી માત્ર ઓનલાઈન મોડ (Online Registration) દ્વારા જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ એ પણ નોંધવું જોઈએ કે અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 3 જાન્યુઆરી, 2022 છે. CSIR NET 2022 ની પરીક્ષા 29 જાન્યુઆરી, 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજાવાની છે. પરીક્ષા સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 એમ બે શિફ્ટમાં ઓફલાઇન લેવામાં આવશે. NTA CSIR NET 2022 ની પરીક્ષા કોવિડ 19 પ્રોટોકોલના કડક પાલન સાથે યોજશે. પરીક્ષામાં તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પરીક્ષા માટેના એડમિટ કાર્ડ પરીક્ષાના થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવશે.

કોઈપણ પ્રશ્નના કિસ્સામાં, ઉમેદવારો NTA હેલ્પલાઈન ડેસ્કને 011 40759000 પર કૉલ કરી શકે છે અથવા NTA ને csirnet@nta.ac.in પર મોકલી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ CSIR NET (CSIR NET Registration 2022) માટે અરજી ફોર્મ ભરતા પહેલા માહિતી બુલેટિનમાં દર્શાવેલ પાત્રતા માપદંડો તપાસી લે. વધુ વિગતો માટે ઉમેદવારની વેબસાઇટની મુલાકાત લો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: Ayush Ministry Recruitment 2021: આયુષ મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, 10 ડિસેમ્બર સુધી કરી શકો છો અરજી

આ પણ વાંચો: NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

Next Article