CLAT Exam Guidelines: 23 જુલાઈએ લેવામાં આવશે ક્લેટની પરીક્ષા, પરીક્ષા માટે જાહેર થઈ માર્ગદર્શિકા, જાણો સમગ્ર વિગત

|

Jul 17, 2021 | 4:42 PM

CLAT Admit Card 2021: કંસોર્ટિયમ ઓફ નેશનલ લો યૂનિવર્સિટીઝ દ્વારા લેવામાં આવતી ક્લેટની પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડને સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.

CLAT Exam Guidelines: 23 જુલાઈએ લેવામાં આવશે ક્લેટની પરીક્ષા, પરીક્ષા માટે જાહેર થઈ માર્ગદર્શિકા, જાણો સમગ્ર વિગત
CLAT Exam will be held on 23rd July

Follow us on

CLAT Exam 2021: કંસોર્ટિયમ ઓફ નેશનલ લો યૂનિવર્સિટીઝ (Consortium of National Law Universities) દ્વારા ક્લેટ પરીક્ષા 23 જુલાઈએ લેવામાં આવનાર છે. પ્રવેશ પરીક્ષા સ્નાતક (યુજી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) બંને માટે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી લેવામાં આવશે. આ પરીક્ષાનું પ્રવેશ કાર્ડ પણ જાહેર કરાયું છે. સંઘે હવે પરીક્ષાના દિવસ માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. કન્સોર્ટિયમે એક નિવેદનમાં જણાવ્યું છે કે, CLAT 2021 એ તમામ કોવીડ પ્રોટોકોલોનું પાલન કરીને કેન્દ્ર આધારિત પરીક્ષણ તરીકે લેવામાં આવશે. વિદ્યાર્થીઓને વેક્સિન લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે.

CLAT 2021 પરીક્ષા માટેના દિશાનિર્દેશો

  • વાદળી / કાળી બોલ પેન
  • ગેટ પાસ
  • સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ અસલ ફોટો આઈડી પ્રૂફ
  • પારદર્શક પાણીની બોટલ
  • માસ્ક, ગ્લોવ્સ અને પર્સનલ હેન્ડ સેનિટાઈઝર
  • સેલ્ફ હેલ્થ ડિકલેરેશન
  • પીડબ્લ્યુડી ઉમેદવારો માટે વિકલાંગતા પ્રમાણપત્ર

આ વસ્તુઓની પરીક્ષાના હોલની અંદર મંજૂરી નથી

  1. ઇલેક્ટ્રોનિક / સંચાર ઉપકરણો જેમ કે મોબાઇલ ફોન
  2. કોઈપણ પ્રકારની ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હેડફોન વગેરે
  3. કાગળની શીટ

CLAT 2021 એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

1. CLAT 2021 પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.in પર જાઓ

2. વેબસાઇટના હોમ પેજ પર,The Consortium of National Law Universities conducts the Common Law Admission Test (CLAT) પર ક્લિક કરે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

3. હવે Admit Card for CLAT 2021ની લિંક પર જાઓ.

4. આગલા પેજ પર Registration Number/ Application Number અને જન્મ તારીખ દાખલ કરો

5. હવે તમને પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર દેખાશે

6. તેને ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે એક પ્રિન્ટ આઉટ લઈ લો.

સીધા જ લીંકથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો: વિવાદોથી છલોછલ રહ્યું છે મંદાકિનીનું જીવન, જાણો દાઉદ સાથે પ્રેમ સંબંધથી લઈને રાતો રાત લગ્ન વિશેની વાતો

 

આ પણ વાંચો: માનવતા મહેંકી : બનાસકાંઠાની માવસરી પોલીસે ઓરિસ્સાના માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

Published On - 4:33 pm, Sat, 17 July 21

Next Article