Civil Service Exam : IAS ઓફિસર આપવામાં આ રાજ્યએ યુપી-બિહારને પછાડ્યું, આ વખતે ટોપ 3માંથી બિહાર થયું આઉટ, જુઓ લિસ્ટ

|

Jan 16, 2023 | 1:23 PM

Civil Service Exam : શું તમે જાણો છો કે, સૌથી વધુ IAS અધિકારીઓ ક્યા રાજ્યમાંથી આવે છે? કર્મચારી અને તાલીમ વિભાગે આ અંગે માહિતી આપી છે. આ માહિતી સિવિલ સર્વિસ એક્ઝામ-2021 (CSE-21)ને લઈને આપવામાં આવી છે.

Civil Service Exam : IAS ઓફિસર આપવામાં આ રાજ્યએ યુપી-બિહારને પછાડ્યું, આ વખતે ટોપ 3માંથી બિહાર થયું આઉટ, જુઓ લિસ્ટ
Civil Service Exam IAS Officer(symbolic image)

Follow us on

Civil Service Exam : દર વર્ષે દેશભરમાં મોટી સંખ્યામાં યુવાનો સિવિલ સર્વિસ માટે તૈયારી કરે છે. દિલ અને દિમાગમાં એક જ ઉદ્દેશ્ય હોય છે કે તેમને IAS, IPS કે IFS બનવું છે. જો કે, મોટાભાગના ઉમેદવારોની પ્રથમ પ્રાથમિકતા સામાન્ય રીતે ભારતીય વહીવટી સેવા એટલે કે IAS હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૌથી વધુ IAS અધિકારીઓ ક્યા રાજ્યમાંથી બહાર આવે છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે વધુમાં વધુ IAS અધિકારીઓની માહિતી આપી છે કે ક્યા રાજ્યમાંથી ઉમેદવારો આ પરીક્ષા પાસ કરે છે.

આ વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE-21)માં ભારતીય વહીવટી સેવા (IAS) માટે 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ 180 ઉમેદવારોમાંથી 24 એકલા રાજસ્થાનના જ હતા. આ રીતે રાજસ્થાન દેશમાં સૌથી વધુ IAS અધિકારીઓ આપતું રાજ્ય રહ્યું છે. સરકારી કર્મચારીઓના મામલામાં રાજસ્થાન ઉત્તર પ્રદેશને પાછળ છોડીને પ્રથમ સ્થાન પર આવી ગયું છે. અગાઉ મોટાભાગના IAS ઉત્તર પ્રદેશમાંથી આવતા હતા. તેનું કારણ યુપીની મોટી વસ્તીને જણાવવામાં આવ્યું છે.

IASની દ્રષ્ટિએ ટોપ 6 રાજ્ય

રાજ્ય
IAS ઓફિસરોની સંખ્યા
રાજસ્થાન 24
ઉત્તર પ્રદેશ 19
દિલ્હી 16
બિહાર 14
મહારાષ્ટ્ર 13
મધ્યપ્રદેશ 12

નિષ્ણાંતો કહે છે કે, સિવિલ સર્વિસ પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરવાનું મુખ્ય કારણ રાજસ્થાનમાં રહેલું શ્રેષ્ઠ કોચિંગ સેન્ટર છે. આ ઉપરાંત સિવિલ સર્વિસ પરીક્ષા પ્રત્યે યુવાનોમાં વધી રહેલી જાગૃતિ પણ એક કારણ છે. રાજસ્થાનમાં હાજર કોચિંગ સેન્ટરોમાં ઉપલબ્ધ સુવિધાઓમાં સુધારો થયો છે. વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં અભ્યાસ કરવાનો વિકલ્પ છે. અત્યાર સુધી શ્રેષ્ઠ કોચિંગ સેન્ટર દિલ્હીમાં હતા, પરંતુ હવે આ રાજ્યમાં પણ છે. અન્ય વિદ્યાર્થીઓના ક્વોલિફાઈ થવાથી અન્યોને પણ પ્રેરણા મળે છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

આ કારણોસર રાજસ્થાન છે ટોચ પર

CSE-2020ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા લેવલ પર 13માં ક્રમે આવેલા ગૌરવ બુદાનિયા હાલમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર છે. તેમને પસંદગી પરિબળને લઈને પ્રેરણા મળી છે, UPSC પરીક્ષા પેટર્નમાં ફેરફાર, SC/ST સમુદાયમાં જાગરૂકતા અને દિલ્હીના કોચિંગ કેન્દ્રો સાથે રાજસ્થાનની નજીક છે.

બુદાનિયાએ જણાવ્યું હતું કે, CSEમાં વધુને વધુ ઉમેદવારોની પસંદગી થતાં ભાવિ ઉમેદવારોએ તેમની પાસેથી પ્રેરણા લેવાનું શરૂ કર્યું છે. વર્ષ 2020 બેચના IAS અધિકારીએ કહ્યું કે, SC/ST સમુદાય રાજસ્થાનમાં કુલ વસ્તીના લગભગ 25 ટકા છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં આ સમુદાયોમાં વધુ જાગૃતિ છે, જેના કારણે તેઓ વધુ સંખ્યામાં પરીક્ષા આપે છે.

4 વર્ષમાં રાજસ્થાનમાંથી પાસ થયા 84 IAS ઓફિસર

છેલ્લા ચાર વર્ષના કર્મચારી અને તાલીમ વિભાગના આંકડા અનુસાર રાજસ્થાને કુલ 84 આઈએએસ અધિકારીઓ બનાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ આંકડો વધી રહ્યો છે. UPSC દ્વારા વર્ષ 2019માં લેવાયેલી પરીક્ષામાં આવા 16 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેઓ રાજસ્થાનના રહેવાસી હતા.

CSE-2020ની પરીક્ષામાં રાજસ્થાનમાંથી 22 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અને 2021માં આ સંખ્યા વધીને 24 થઈ ગઈ હતી. CSE-2020ની પરીક્ષામાં ઉત્તર પ્રદેશના 30 ઉમેદવારોની IAS અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી હતી અને આ સેવામાં 22 ઉમેદવારોની સફળતા સાથે રાજસ્થાન બીજા ક્રમે રહ્યું હતું.

Next Article