CBSE Marking Formula: કયા આધારે સીબીએસઈ ધોરણ 12નું પરિણામ નક્કી કરાયું, શું તમે ફરીથી આપી શકો રી-ટેસ્ટ?

|

Jul 30, 2021 | 5:58 PM

CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.

CBSE Marking Formula: કયા આધારે સીબીએસઈ ધોરણ 12નું પરિણામ નક્કી કરાયું, શું તમે ફરીથી આપી શકો રી-ટેસ્ટ?
CBSE Marking Formula

Follow us on

CBSE 12th Result Declared: CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. આ વખતે ધોરણ 12માં પરિણામ 99.37 ટકા આવ્યું હતું. કોરોના વાયરસની તીવ્ર લહેરને કારણે આ વખતે સીબીએસઈ સહિતના ઘણા રાજ્યોમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવી પડી હતી.

સુપ્રીમ કોર્ટે CBSEને આ મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. બોર્ડે પરિણામ બનાવવા માટે ફોર્મ્યુલા પહેલાથી જ તૈયાર કરી દીધી હતી. ગયા મહિને બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ 10, 11 અને 12 ના યૂનિટ ટેસ્ટ, મિડ ટર્મ અથવા પૂર્વ બોર્ડના પરિણામોના આધારે ધોરણ 12ના પરિણામો માટે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી.

આ Marking System બન્યું પરિણામ

સીબીએસઈની માર્કિંગ સ્કીમ મુજબ ધોરણ 12ના પરિણામ માટે 30-30-40 ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. ધોરણ 10નું 30 ટકા વેટેજ, 11નું 30 ટકા અને 12નું યૂનિટ ટેસ્ટ, મિડ ટર્મ અથવા પૂર્વ બોર્ડના પરિણામોને 40 ટકા વેટેજ આપવામાં આવ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જાણો સંપૂર્ણ પ્રક્રિયા

માર્કિંગ ફોર્મ્યુલા મુજબ ધોરણ 10માં મેળવેલા માર્કને 30 ટકા વજન આપવામાં આવશે. CBSE બોર્ડ 2019ની ધોરણ 10ની પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનાર ત્રણ વિષયોને આધાર તરીકે ગણવામાં આવ્યા છે. વર્ષ 2020માં ધોરણ 11માં મેળવેલા ગુણને 30 ટકા વજન આપવામાં આવ્યું છે. બાકીનું 40 ટકા વેઇટેજ 12મા ધોરણમાં યુનિટ ટેસ્ટ, મિડ-ટર્મ અથવા પ્રિ બોર્ડમાં મેળવેલા માર્કસને આપવામાં આવ્યું હતું.

જો તમે મળેલ પરિણામથી સંતુષ્ટ નથી તો તમે શું કરી શકો?

જો તમે સીબીએસઈ ફોર્મ્યુલાના આધારે મેળવેલા ગુણથી સંતુષ્ટ નથી તો તમે ફરીથી પરીક્ષા આપી શકો છો. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ મળેલ સંખ્યાથી સંતુષ્ટ નથી તેમને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. ગયા મહિને સીબીએસઇએ કોર્ટને કહ્યું હતું કે, પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે લઈ શકાય છે. જો પરિસ્થિતિ સારી રહિ તો. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પરીક્ષાઓ માત્ર મુખ્ય વિષયોની જ હશે.

 

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Next Article