CBSE Board: ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં નહીં મળે કોઈ છુટછાટ, જાણો વધુ વિગતો

|

Apr 03, 2021 | 1:09 PM

CBSE Board:ઘોરણ 9 થી 12 ના વિદ્યાર્થી ને અભ્યાસક્રમમાં નહીં મળે કોઈ છુટછાટ, બોર્ડને 2021-2022 સત્ર માટે નવા અભ્યાસક્રમ જાહેર કરી દિધો છે, આ વર્ષે અભ્યાસક્રમમાં કોઈ પણ છુટછાટ આપવામાં નથી આવી

CBSE Board: ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં નહીં મળે કોઈ છુટછાટ, જાણો વધુ વિગતો
ફાઈલ ફોટો

Follow us on

CBSE Board: કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ( CBSE ) શૈક્ષણીક વર્ષ 2021-2022 માટે ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ જાહેર કરેલ છે, બોર્ડે આ વર્ષે અભ્યાસક્રમમાં કોઈ પણ જાત ઘટાડો નહી કરવાનો નિણર્ય કર્યો, કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE)ગયા વર્ષે 2020-21 કોરોના મહામારીને કારણે અભ્યાસક્રમમાં ઘટાડો કરેલ હતો, ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવામાં આવ્યો હતો,

જે વિદ્યાર્થીએ ઓછો કરેલ અભ્યાસક્રમનુ વાંચન કરેલ છે તે વિદ્યાર્થીઓ મે-જુન મહીનામાં લેવાનારી પરીક્ષામાં ભાગ લઈ શકશે,કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અભ્યાસક્રમ મુજબ અગાઉના શૈક્ષણિક વર્ષમાં જે પ્રકરણો દૂર કરાયા હતા, તેઓ આગામી શૈક્ષણિક સત્ર 2021-22 માટે અભ્યાસક્રમમાં પાછા લાવવામાં આવ્યા છે.

આ વર્ષ માટે બહાર પાડવામાં આવેલ નવો અભ્યાસક્રમ કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) cbseacademic.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષાઓમાં આપવામાં આવેલી રાહત
કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ( CBSE ) એ જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કારણે પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં ભાગ ન આપનારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને 11મી જૂન પહેલા બીજી તક મળશે. કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ શાળાઓને કોવિડ -19 ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે યોગ્ય સમયે પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષાઓને ફરીથી લેવા માટે કહેવામાં આવ્યુ છે. સીબીએસઈના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું, ‘જો કોઈ ઉમેદવાર કોવિડ-19થી ચેપ લાગવાના કારણે અથવા કુટુંબના સભ્યના ચેપને કારણે પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષામાં ગેરહાજર રહે તો શાળા 11 જૂન સુધી પ્રાદેશિક સત્તાધીશ સાથે સંપર્ક કરીને યોગ્ય સમય પર આવા ઉમેદવારો માટે પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષાનું આયોજન કરવામાં આવશે

બંને ધોરણની બોર્ડની પરીક્ષા મે-જૂન અને માર્ચ-એપ્રિલમાં પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષા લેવામાં આવશે. તાજેતરમાં કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા કેન્દ્રો બદલવાનો વિકલ્પ જાહેર કર્યો હતો. કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિસ જાહેર કરી પરીક્ષા કેન્દ્ર બદલવાની જાહેરાત કરવામાં આવી હતી.
આમાં કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ( CBSE) એ કહ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે અન્ય શહેરોમાં સ્થળાંતરિત થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ વિદ્યાર્થી કે જે ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ભાગ લેવા માંગે છે, તો તેને પરીક્ષા કેન્દ્ર બદલવામાં સરળતા રહેશે

 

Published On - 1:08 pm, Sat, 3 April 21

Next Article