Career: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં કામ કરવા માટે જરૂરી છે આ લાયકાત, જાણો કેવી રીતે બની શકાય છે NCBના અધિકારી

|

Nov 22, 2021 | 5:12 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ભારતમાં ડ્રગ તસ્કરી સામે લડવા અને ગેરકાયદેસર પદાર્થોના ખોટા ઉપયોગને રોકવા માટે કામ કરે છે. તે દેશની નોડલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ અને ઈન્ટેલિજન્સ એજન્સી છે. NCB સીધું જ ગૃહ મંત્રાલયને ડાયરેક્ટ રિપોર્ટ કરે છે. આ સંસ્થાને ખુબ જ પાવરફૂલ માનવામાં આવે છે.

Career: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં કામ કરવા માટે જરૂરી છે આ લાયકાત, જાણો કેવી રીતે બની શકાય છે NCBના અધિકારી
NCB (File Image)

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આ શબ્દ હાલ ખુબ ચર્ચામાં છે. ખાસ કરીને યુવા વર્ગ NCBને શાનદાર કરિયર ઓપ્શન તરીકે જોઈ રહ્યા છે. જો તમારા મનમાં પણ NCB અધિકારી બનીને દેશ સેવા કરવાની ઈચ્છા છે તો તમે આ ફિલ્ડમાં કરિયર બનાવી શકો છો. જો તમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં કામ કરવા ઈચ્છો છો તો અમે તમને જણાવવા જઈ રહ્યા છે NCB અધિકારી કેવી રીતે બની શકાય, તેના માટે શું યોગ્યતા જોઈએ.

 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ભારતમાં ડ્રગ તસ્કરી સામે લડવા અને ગેરકાયદેસર પદાર્થોના ખોટા ઉપયોગને રોકવા માટે કામ કરે છે. તે દેશની નોડલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ અને ઈન્ટેલિજન્સ એજન્સી છે. NCB સીધું જ ગૃહ મંત્રાલયને ડાયરેક્ટ રિપોર્ટ કરે છે. આ સંસ્થાને ખુબ જ પાવરફૂલ માનવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ સંગઠનમાં અધિકારીઓની સીધી ભરતી સિવાય ભારતીય મહેસૂલ સેવા, ભારતીય પોલીસ સેવા અને અર્ધલશ્કરી દળો પાસેથી લેવામાં આવે છે. NCBની અંદર હજારો અધિકારી અને કર્મચારી કામ કરી રહ્યા છે. NCBનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં છે. આ ઉપરાંત, તેની અન્ય ઓફિસ ઝોન દ્વારા સંગઠિત છે, જે ચેન્નાઈ, અમદાવાદ, જમ્મુ, કોલકાતા, મુંબઈ, લખનૌ, બેંગલુરુ, ચંદીગઢ, પટના, દિલ્હી, જોધપુર અને ઈન્દોરમાં સ્થિત છે.

 

નાર્કોટિક્સ ઓફિસર બનવાની યોગ્યતા

1. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો અનિવાર્ય છે.

2. ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ.

3. ઉમેદવારની પાસે કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

4. ઉમેદવાર શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.

5. ઉમેદવારોને આવશ્યક યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ યૂપીએસસી/ રાજ્ય સિવિલ સેવા પરીક્ષાઓ માટે હાજર થવું પડશે.

6. ઉમેદવાર યૂજી અને પીજી પાસ કરી લે છે તો યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા અથવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અથવા રાજ્ય જાહેર સેવા આયોગો દ્વારા આયોજિત ભરતી પરીક્ષા માટે આવેદન કરી શકે છે.

ક્યારે થઈ હતી NCBની સ્થાપના

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના 17 માર્ચ 1986ના રોજ થઈ હતી. આ સંસ્થાનો હેતુ નાર્કોટિક્સ ડ્રગ્સ અને ગેરકાયદેસર હેરફેરને રોકવાનો છે.

 

આ પણ વાંચો: સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે યોજાશે સર્વદળીય બેઠક, PM નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા

 

આ પણ વાંચો: Aryan Khan Case : શું આર્યન ખાનના જામીન સામે NCB સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે ? બોમ્બે હાઈકોર્ટ જામીન અંગે કરી આ સ્પષ્ટતા

Next Article