Career : ભારતીય સેનામાં 40 જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડ્યુ, એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જરુરી

|

Dec 10, 2021 | 8:48 PM

20 વર્ષથી 27 વર્ષ એટલે કે ઉમેદવારનો જન્મ 02 જુલાઈ 1995 થી 1 જુલાઈ 2022 ની વચ્ચે થયો હોય તેવા ઉમેદવાર જ અરજી કરી શકે છે.

Career : ભારતીય સેનામાં 40 જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડ્યુ, એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જરુરી
Indian Army Recruitment

Follow us on

ભારતીય સેના(Indian Army)એ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 135)ની નોટિફિકેશન(Notification) બહાર પાડી છે. એન્જિનિયરિંગ ડિગ્રી(Engineering degree) ધારક યુવકો આ માટે અરજી કરી શકે છે. ભારતીય સેનામાં કાયમી કમિશન માટેનો 135મો ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 135) IMA દેહરાદૂન ખાતે જુલાઈ 2022 થી શરૂ થશે.

ભારતીય સેનામાં આ પદ માટે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે આ સારી તક છે. ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ પર આ અંગેની તમામ માહિતી આપવામાં આવેલી છે. તમે તેના પર જઇને અરજી કરવાની તમામ વિગતો વિશે જાણી શકો છો.

અરજી કરવાની છેલ્લી તારીખ

ભારતીય સેનામાં આ પદ માટે રસ ધરાવતા ઉમેદવારો joinindianarmy.nic.in પર જઈને 4 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ભારતીય સેનામાં 40 જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. ક્યા પદ માટે કેટલી જગ્યા ખાલી છે તેની વિગતો આ પ્રમાણે છે.

કયા પદ માટે કેટલી જગ્યા ?

સિવિલ/બિલ્ડીંગ ટેકનોલોજી – 09
આર્કિટેક્ચર – 01
યાંત્રિક – 05
ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ – 03
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ / કોમ્પ્યુટર ટેકનોલોજી / MSc કોમ્પ્યુટર સાયન્સ – 08
આઈટી – 03
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન – 01
ટેલિકોમ્યુનિકેશન – 01
ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન – 02
એરોનોટિકલ/એરોસ્પેસ – 01
ઈલેક્ટ્રોનિક્સ – 01
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન / ઈન્સ્ટ્રુમેન્ટેશન – 01
ઉત્પાદન – 01
ઔદ્યોગિક / ઉત્પાદન / ઔદ્યોગિક એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ – 01
ઓપ્ટો ઈલેક્ટ્રોનિક્સ – 01
ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ – 01

યોગ્યતા

એન્જિનિયરિંગ કરેલા ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. એન્જિનિયરિંગ ડિગ્રીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા

20 વર્ષથી 27 વર્ષ એટલે કે ઉમેદવારનો જન્મ 02 જુલાઈ 1995 થી 1 જુલાઈ 2022 ની વચ્ચે થયો હોય તેવા ઉમેદવાર જ અરજી કરી શકે છે.

પસંદગી

સૌપ્રથમ ઉમેદવારોને તેમની એન્જીનીયરીંગ ડીગ્રીમાં ગુણના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, જે પાંચ દિવસ સુધી ચાલશે. ઇન્ટરવ્યુ પછી, તબીબી તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે

આ પણ વાંચોઃ Glowing Mask: હવે અંધારામાં ચમકતો માસ્ક કોરોનાને ઓળખી લેશે ! જાણો વૈજ્ઞાનિકોએ કેવી રીતે તૈયાર કર્યુ આ માસ્ક

આ પણ વાંચોઃ Bhakti: શા માટે લગ્ન પ્રસંગમાં મૂકવામાં આવે છે મહેંદી ? સ્ત્રીઓ શા માટે પહેરે છે હાથમાં બંગડી? જાણો પ્રચલિત હિન્દુ માન્યતાઓ પાછળનું વિજ્ઞાન

Next Article